નાનીકડીમા વશીકરણ કરીને યુવકની 2 વીંટી લઇ જનાર ઇસમને LCB ગાંધીનગરે ઝડપી પાડ્યો

નાનીકડીમા વશીકરણ કરીને યુવકની 2 વીંટી લઇ જનાર ઇસમને LCB ગાંધીનગરે ઝડપી પાડ્યો
Spread the love

*બાવાનું રૂપ ધારણ કરી આવતી જતી વ્યકિતને ધાર્મિક સ્થળ પુછવાના બહાના હેઠળ વિશ્વાસમાં લઇ દાગીના મેળવી લઇ છેતરપીંડી કરનાર ઇસમને ગાંધીનગર એલસીબીએ ઝડપી પાડ્યો*
• સેકટર ૨૧ માથી મુદામાલ સાથે ઝડપ્યો
• સોનાની બે વીટી કિ.રૂ.૦૧,૦૩,૫૦૨-ની કબ્જે કરી
• છેતરપીંડીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપી વિરુધ્ધ કાયદેસર કાર્યવાહીં કરી

પોતાના સાગરીતો સાથે ફોરવ્હીલ વાહનમાં અલગ અલગ જગ્યાએ લઈ ગયા બાદ બાવાનું રૂપ ધારણ કરી રસ્તામાં આવતી જતી એકલ દોકલ વ્યકિત ને ધાર્મિક સ્થળ નું સરનામું પુછવાના બહાના હેઠળ વાતોમાં ભોળવી અને વિશ્વાસમાં લઇ તેણે પહેરેલ સોનાના દાગીના મેળવી લઇ છેતરપીંડી કરનાર એક ઇસમને સેકટર-ર૧માંથી પકડી પાડી તેની પાસેથી સોનાની બે વીટી કિ.રૂ.૦૧,૦૩,૫૦૨-ની કબ્જે કરી,મહેસાણા જીલ્લા ના કડી પો.સ્ટે.માં નોંધાયેલ છેતરપીંડીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપી વિરુધ્ધ કાયદેસર કાર્યવાહીં કરતી ગાંધીનગર એલ સી બી ટીમ.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢ઼વા સારૂ ગાંધીનગર રેન્જ આઈ જી પી .અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ આપેલ સુચના મુજબ એલ.સી.બી -૧ પો.ઇન્સ. એ તાબાના અધિકારી તથા માણસોને તે મુજબની જરૂરી કાર્યવાહી હાથ ઘરવા અને જીલ્લા વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગ હાથ ઘરી ગુન્હાહિત જણાઇ આવે તો કાયદેસર કાર્યવાહી કરવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ’જે અન્વયે તા. ૬/૮/૨૦૨૧ ના રોજ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન સાથેના બાતમી મળેલ કે,એક ઇસમ પોતાના સાગરીતો સાથે મળી બાવાનો વેશ ધારણ કરી લોકોના દાગીના કઢાવી લેવાની ટેવવાળો છે જે દાગીના વેચવા સારૂ સેકટર ૨૧ માં આવેલ લાયબ્રેરી પાસે ઉભો છે.જેથી એલ.સી.બી ની ટીમ ના માણસો ઉપરોકત બાતમીવાળી જગ્યા એ થી એક ઇસમ કરણનાથ ઉર્ફે બચીયો નટવરનાથ મદારી ચૌહાણ) રહે, ગણેશપુરા દહેગામ તા.દહેગામ,જી.ગાંધીનગર વાળાને પકડી પાડેલ.આ ઇસમની હાજરી શંકાસ્પદ હોઈ તેની અંગ જડતી કરતા તેના ખિસ્સામાંથી એક પ્લાસ્ટીકની કોથળીમાં મુકેલ સોનાની વીટી મળી આવેલ જે બાબતે તેની પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી તેની વધુ ઉંડાણ પૂર્વક પુછપરછ કરતા ગઇ તા.૩૧/૭/૨૦૨૧ ના રોજ સવારે તેના અન્ય સાગરીતો જેમાં સાહેબનાથ સમજુ નાથ મદારી તથા અમરનાથ નટવર લાલ મદારી તથા દેવનાથ હજારંનાથ મદારી સાથે ફોરવ્હીલ ગાડી લઇને બાવાનો વેશ ધારણ કરી નિકળેલા દરમ્યાન કડી કેનાલ નજીક બે વ્યકિતઓ તેને મળેલ જેઓને વીરમગામનો રસ્તો પુછવાના બહાને વાતોમાં લલચાવી અને તેઓ પાસેથી ઉપરોકત સોનાની વીટીઓ કઢાવી લીધેલ હોવાની હકીકત જણાવેલ,

ઉપરોકત ઇસમો પાસથી મળી આવેલ સોનાની બે વીંટી કુલ કિં.રૂ.0૧.૦૩,૫૦૨ / – ની કબ્જે કરેલ છે. આ બાબતે મહેસાણા જીલ્લાના કડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ હોઇ જેથી તેના વિરુધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે , ઉપરોકત ઇસમની ગુન્હાહિત એમ.ઓ. જોતા તે પોતાના સાગરીતો સાથે મળી સાગરીતની ફોર વ્હીલ ગાડીમાં અલગ અલગ જગ્યાએ જઇ બાવાનો વેશ ધારણ કરે છે અને રસ્તામાં એકલ દીકલ વ્યકિત જતી જણાય તો ધાર્મિકે સ્થળ પુછવાના બહાના હેઠળ વાતોમાં ભોળવી તેઓની કિમંતી ચીજ વસ્તુ અને રોકડ રૂપિયા લઇ નાસી જાય છે.આ ઇસમ અગાઉ ઉપરોકત એમઓથી રાજકોટ શહેર,ભાવનગર,નવસારી ખાતે કુલ-૪ ગુન્હાઓમાં પકડાયેલ છે.

IMG-20210808-WA0000.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!