થરાદ તાલુકાના સેદલા ગામે ગૌમાતા ને આપી સમાધી

થરાદ તાલુકાના સેદલા ગામે ચૌધરી ભાણાજી હીરાજી કરડ ના ઘરે છેલ્લા પંદર વર્ષ અગાઉ ગેળા બજરંગ ગૌશાળા માં થી એક ગાય ને લાવી હતી .તે ગૌમાતા ના આશીર્વાદ થી તે ગૌમાતા નો પરિવાર હાલ પાંચ ગૌમાતા છે દસ ભેંસો છે પંદર વર્ષ પેલા માલીક ની પરીસ્થીતી ખુબ ખરાબ હતી જ્યારથી ગૌમાતા નો પગ પોતાના ઘરે પડતા આજે પંદર પશુ ઘર બનાયુ હાલ તેમના ઘરે તે ગૌમાતા(ગાય) ના આશીર્વાદ થી સુખ-શાંતિ અને સમૃદ્ધિ છે અને છેલ્લા પંદર દિવસથી ગૌમાતા અવસ્થા પ્રમાણે મૃત્યુ પામી હતી. જેમને અત્યારે અષાઢવદ અમાસ ના રોજ વીધી અનુસાર પોતાના ખેતર માં ઘર ની બાજુમાં આસપાસ રહેતા લોકો તેમજ ગામ જનો મળી પરીવાર ની હાજરી માં સમાધી આપવામાં આવી હતી.હિન્દુ ધમૅ ની માતા ગણાતી ગાય ને વિધિવત રીતે પુજા કરી અને સમાધી જમીન માં આપવામાં આવી હતી.પરિવાર નાં સદસ્ય જણાવ્યું હતું કે તેઓ હંમેશા ગાય માતા નાં રુણી રહેશે.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા (થરાદ)