‘ભારતીય કાયદા વ્યવસ્થા : પરિવર્તનની આવશ્યકતા’ આ વિષય પર વિશેષ સંવાદ !

- બ્રિટિશોએ ભારતીઓને ગુલામ બનાવવા માટે બનાવેલા કાયદાઓ આજે પણ કાયમ રાખવા, આ વાત રાષ્ટ્ર માટે ઘાતક ! – ધારાશાસ્ત્રી અંકુર શર્મા, અધ્યક્ષ, ઇક્કજૂટ જમ્મુ
આપણી વર્તમાન ‘ભારતીય કાયદા વ્યવસ્થા’ બ્રિટિશોના વસાહતવાદનો વારસો છે. 1857ના બળવા પછી બ્રિટિશોએ ભારતીઓ પર અત્યાચાર કરવા માટે, તેમજ ગુલામ બનાવવા માટે જે કાયદાઓ બનાવ્યા, તે દેશ સ્વતંત્ર થયા પછી પણ ભારતમાં કાયમ રાખવા, આ એક રીતે રાષ્ટ્રવિરોધી કૃત્ય જ છે, એવું સ્પષ્ટ પ્રતિપાદન ‘જમ્મુ ઇક્કજૂટ’ સંગઠનના અધ્યક્ષ તેમજ જમ્મુ ઉચ્ચ ન્યાયાલયના ધારાશાસ્ત્રી અંકુર શર્માએ કર્યું. 8 ઑગસ્ટ 2021ના દિવસે દિલ્લી ખાતેના જંતર-મંતર સાથે જ સમગ્ર દેશના બ્રિટિશકાલીન 222 કાયદાઓ બાળી નાખવાનું રાષ્ટ્રવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે. તે પાર્શ્વભૂમિ પર હિંદુ જનજાગૃતિ સમિતિ વતી આયોજિત ‘ભારતીય કાયદા વ્યવસ્થા : પરિવર્તનની આવશ્યકતા’ આ વિષય પરના ‘ઑનલાઈન’ વિશેષ સંવાદમાં તેઓ બોલી રહ્યા હતા.
આ સમયે બોલતી વેળાએ ધારાશાસ્ત્રી અંકુર શર્માએ ઉમેર્યું કે, આજે પણ દેશમાં સમાન નાગરી કાયદો નથી, ગોહત્યા કરનારાને દેહદંડ અથવા જનમટીપની શિક્ષા નથી, જનસંખ્યા નિયંત્રણ, તેમજ આતંકવાદીઓના વિરોધમાં કઠોર કાયદાઓનો જોરદાર વિરોધ કરવામાં આવે છે. અનેક કાયદાઓ એવા છે કે, જેમાં દેશહિત નથી, તો પણ આપણે તે બદલી શકતા નથી. આ એક રીતે આપણા ભારતનું નિયંત્રણ અન્યોના હાથમાં ગયું હોવાનું નિદર્શક છે. રાજસ્થાન ઉચ્ચ ન્યાયાલયના ધારાશાસ્ત્રી મોતિસિંહ રાજપુરોહિતે કહ્યું કે, પ્રત્યેક દેશના કાયદાઓ તે દેશના પ્રમુખ ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે. બ્રિટિશોએ કરેલા કાયદાઓનું મૂળ મર્મ ખ્રિશ્ચન પંથનો પ્રચાર કરવો, એમ હતું. તે કાયદાઓમાં ભારતીય સાંસ્કૃતિક અને ધાર્મિક મૂલ્યોને નષ્ટ કરવાની સંકલ્પના હોવાથી તે રદ થવા જોઈએ. ભારતીઓની શ્રદ્ધા અને સંસ્કૃતિ પર આધારિત કાયદાઓ દેશમાં લાગુ થવા જોઈએ.
આ સમયે ‘લશ્કરે-એ-હિંદ’ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી. ઈશ્વરપ્રસાદ ખંડેલવાલે કહ્યું કે, કાયદો એ દેશનો આત્મા હોય છે. અંગ્રેજોએ ભારતીઓને ગુલામ કરીને તેમને લૂંટવા માટે, તેમજ તેમના પર અન્યાય કરવા માટે કરેલા કાયદાઓ જો આપણે આજે પણ સ્વીકારતા હોઈએ, તો આજે પણ આપણે સાચા અર્થથી સ્વતંત્ર થયા નથી. આપણા દેશમાં આતંકવાદીઓ માટે સર્વોચ્ચ ન્યાયાલય રાત્રે ઉઘાડવામાં આવે છે અને સંતો માટે ઉઘાડવામાં આવતું નથી, આ વિચિત્ર છે. આજે પણ ન્યાય વ્યવસ્થામાં બેઠેલા લોકો ન તો ધર્મ સાથે પરિચિત છે, ન તો ભારતીય પરંપરા સાથે. તેથી તેમના દ્વારા થનારા મોટાભાગના નિર્ણયો ભારતીય સંસ્કૃતિના વિરોધમાં હોય છે, આ વાતનો ભારતીઓ કદી પણ સ્વીકાર કરશે નહીં. હિંદુ વિધિજ્ઞ પરિષદના સંગઠક ધારાશાસ્ત્રી નીલેશ સાંગોલકરે કહ્યું કે, બ્રિટિશોએ ક્રાંતિકારી અને ભારતીય લોકોની સતામણી કરવા માટે કરેલા 222 કાયદાઓ આજે પણ લાગુ છે. તે સાથે જ હિંદુઓ પર ધાર્મિક અન્યાય કરનારા ‘પ્લેસેસ ઑફ વર્શિપ ઍક્ટ’ જેવા અનેક ધર્મવિરોધી કાયદાઓ છે. તેના વિરોધમાં પણ આપણે લડવું પડશે.
શ્રી રમેશ શિંદે
રાષ્ટ્રીય પ્રવક્તા
હિંદુ જનજાગૃતિ સમિતિ