માણાવદરમાં બે પોઠીયાવાળું મંદિર

માણાવદરમાં બે પોઠીયાવાળું મંદિર
Spread the love

માણાવદરમાં બે પોઠીયાવાળું મંદિર

તમે મંદિરો તો ઘણા જોયા હશે. વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ જોઇ હશે . દરેક મંદિરોમાં દેવી-દેવતાઓનાં વાહનો ના પ્રતિકો પણ જોયા હશે. પરંતુ તમે કદાપી એક જ દેવ ના બે વાહનો નહીં જોયા હોય.અમે આજે તમને એક એવું મંદિર બતાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં શંકર ભગવાનના બે વાહનોરૂપે બે પોઠીયા ભગવાન શંકરના મંદિરના દ્વાર સામે ચોકી કરતા બેઠા છે. વાત છે માણાવદરની.

માણાવદર માં આવેલ ત્રંબકેશ્વર મંદિર રઘુવીરધામમાં બે પોઠીયા વાળું શંકરનું મંદિર આવેલ છે વિશ્વના કોઈપણ ખૂણે તમને આવું બે નંદી એટલે કે બે પોઠીયા ધરાવતું મંદિર જોવા નહીં મળે. આ મંદિર સો વર્ષ જુનું મંદિર છે જે ૧૯૦૯માં ગડગડીયા મહાદેવ તરીકે ઓળખાતું હતું સમય જતાં તેની કાયા પલટ થતી રહી અને સો વર્ષ પછી આજે નાનકડી દેરી ની જગ્યાએ અધતન વિશાળ મંદિર નિર્માણ પામ્યું છે.આ મંદિરમાં સો વર્ષમાં અનેક સંતો-મહંતો ફરી ગયા છે પણ તેની ખરી કાયાપલટ કરનાર બિહારથી આવેલા સંત રધુવીરદાસજી હતા રઘુવીરદાસબાપુ માણાવદર પંથકમાં વસતા લોકો માટે ભગવાન કરતાંય વધારે આસ્થાવાન બન્યા છે. આ મંદિરનું વિશેષ મહત્વ તેમાં રહેલા બે પોઠીયા તથા રઘુવીરદાસ બાપુ ના પરચા ને કારણે ખૂબ જ વધ્યું છે ઇ.સ.૧૯૬૦ માં આ સંતે ગાંધીચોકમાં સપ્તાહ કુંડી મહાયજ્ઞ કર્યો હતો ત્યારે યજ્ઞમાં અગ્નિ પ્રગટાવવા પાણીની ત્રણ અંજલી છતાં અગ્નિ ભભૂકી ઊઠ્યો હતો ૧૯૬૮ માં એક પણ પૈસા વગર ડોંગરેજી મહારાજ ની ભાગવત કથા બેસાડી તાલુકાને આઠ દિવસ સુધી ધુમાડાબંધ જમાડીને લોકોને અચંબામાં મુકી દીધા હતા.

આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે માણાવદરના ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે શિવજીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો અને ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં કેદારનાથના દર્શન રાખવામાં આવેલ હતા કેદારનાથ મહાદેવ ના દર્શન કરવા લોકોની ભીડ ઉમટી પડી હતી

રિપોર્ટ : જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20210809-WA0045-1.jpg IMG-20210809-WA0046-2.jpg IMG-20210809-WA0047-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!