શ્રાવણથી પ્રગટશે ભક્તિ જયોત સાત્વિક ઉર્જા ગ્રહણ કરીએ

શ્રાવણથી પ્રગટશે ભક્તિ જયોત સાત્વિક ઉર્જા ગ્રહણ કરીએ
Spread the love

-સ્તુતિ –
જન્મ જીવન જગતના સંતાપ મટાડે સર્વદા
ૐ નમઃ શિવાય મંત્ર ભક્તો જપતા રહે સર્વદા
કોટિ કોટિ પ્રણામ શંભુ વિશ્વનાથ વિશંભરા
જગત સર્જક પ્રલય કર્તા સત્યમ શિવમં સુંદર
—————————————————————
સંસારના લોકોના સુખ દુઃખ ને નિહાળી તેઓના ઘર આંગણે જઈ દર્શન આપનાર જગતનાથ પ્રભુએ રથયાત્રા અને ભક્તિ નો રંગ જાગ્રત કરી તહેવારોની શ્રુંખલા હારમાળા થી ભક્ત અને ભગવાન વચ્ચે તાદાત્મ્ય સાધવાની પળ એટલે ચાતુર્માસ.ગાયત્રી પૂજા યજ્ઞોપવિત દિવસ બળેવ,રક્ષાબંધન,સમુદ્ર પૂજન નારિયેળી પૂનમ,shravani શ્રી કૃષ્ણ જન્મ, શ્રાવણ માસ શંકર ભક્તિ, હરિયાળી અમાસ, વિઘ્નહર્તા ગણેશ નું આગમન ,માં દુર્ગા ના નોરતા અને દિવાળી ,જૈનોના પર્યુષણ સર્વત્ર ભક્તિ પૂજા અને આરાધના નો માહોલ માનવી એ ભક્તિ ને સમજવાની છે અને આશીર્વાદ રૂપી શક્તિ મેળવવા તેની નિત્ય ઉપાસના કરવા માટે શાસ્ત્રો એ અનેક રીતે સમજ દરેક ધર્મમાં આપી છે.

શ્રાવણ ની એક મહિનાની લાંબી પૂજા આપણને શીખવે છે કે ભક્ત અને ભક્તિ કદી જુદા નથી અને શ્રદ્ધા પૂર્વક કરેલી કોઈપણ પ્રકારની ભક્તિ એળે જતી નથી. ભગવાન અને ભક્ત નો જોડાયેલો નાતો અલૌકિક આધ્યાત્મિક સંબંધ છે.જે નવી ઉર્જા આપે છે. હિન્દુ શાસ્ત્રોમાં દર્શાવેલા પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથન શ્રાવણના મહિનામાં થયું હતું. તે દરમિયાન, વિશ્વને બચાવવા માટે કલ્યાણકારી ભાવનાથી સૌથી ભયંકર ઝેર “હળાહળ ” ભગવાન શિવ દ્વારા ગળામાં અટકાવી દેતા તેઓ નીલકંઠ કહેવાય પરંતુ ઝેર ના તાપમાન થી ભગવાન શિવ બેભાન થઈ ગયા. શરીરનું તાપમાન ખૂબ વધ્યું.

સર્વ દેવી અને દેવતાઓ તાપમાન ઘટાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ કામ આવતું નહીં. ભગવાન બ્રહ્મા ની સલાહથી દેવી અને દેવતાઓ વિવિધ જડીબુટ્ટી યુક્ત “જલાભિષેક” કર્યો અને ભગવાન શિવ એ તેના માથા પર ચંદ્ર પહેર્યો, જેણે આખરે તાપમાન ઘટાડ્યું અને ત્યારથી જ શિવલિંગ પર જળાભિષેક પ્રથા શરૂ થઈ. આ શ્રાવણ મહિનામાં એવું પણ માનવામાં આવે છે કે ભગવાન ઇન્દ્રએ તાપમાન ઘટાડવા માટે ભારે વરસાદ કર્યો હતો, વર્ષા ધારા કરેલી તે શ્રાવણ માસ હતો , ભગવાન શિવ પર પાણી રેડવા નું કારણ બની ગયું હતું. બીજી દંતકથા કે દેવી સતીએ પણ આ મહિનામાં ઉપવાસ કર્યા હતા જેના કારણે ભગવાન શિવ પ્રભાવિત થયા હતા અને તેઓ સોમવારે મળ્યા ત્યારથી સવાર અને વ્રત નું શ્રાવણ મહિનામાં ખૂબ મહત્વ છે.

આ રીતે જળાભિષેક, પૂજા, સોમવાર વ્રત ચાલુ થયેલ. તેમાં રુદ્રાક્ષ ધારણ,પૂજા,,અનુષ્ઠાન,જપ.ઘી, બરફની પૂજા, વિવિધ દર્શન પુષ્પોનો શણગાર વિવિધતા શિવાલયોમાં ભક્તો દ્વારા એક મહિના સુધી ચાલ્યા હવે આખરી દિવસે આઠ પ્રહર ની પૂજા થી વિદાય અપાશે. ભક્તોએ શિવ આરાધના નિત્ય ચાલુ રાખવી જોઈએ તેમાં શાસ્ત્રો જણાવે છે કારણ કે જે આત્મા જ્ઞાન કરાવે તે શિવ ,સ્વયં ઉજ્જવળ પ્રકાશન અને કલ્યાણ કરતા છે. શિવ પુરાણમાં કહે છે હું જ પરમતત્વનું વર્ણન છું ,જેના થી વાસના બદ્ધ તત્કાલ મુક્ત થી શકે છે .ભક્તિ અને જ્ઞાન માં કોઈ ભેદ નથી. ભક્ત અને જ્ઞાની બંને ને સદા સુખ પ્રાપ્ત થાય છે। હું સદા ભક્ત આધીન છું અને ભક્તિના પ્રભાવથી નીતિ હીન, નીચ મનુષ્યના ઘરમાં પણ ચાલ્યો જાઉં છું એમાં સંશય નથી ( શિવ પુરાણ -રુદ્ર સંહિતા /સ,ખ,23/16 અને 17 ) અન્યત્ર આ ગ્રંથમાં કહેવાયું છે કે ભક્ત ના સંસારમાં જે ભક્તિમય પુરુષ છે એને હું સદા સહાય કરું છું અને તેના વિઘ્નો દૂર હટાવું છું. એ ભક્ત જે શત્રુ હોય તેને દંડ આપું છું ,સજા ફટકારું છું.

ભકતની રક્ષા કાજ મેં કુપિત થઈને મારા નેત્ર જનિત અગ્નિથી કાળ ને પણ દગ્ધ કરી દીધો હતો, હું ભક્તિ કરનારાના અત્યંત વશમાં થી જાઉં છું ”-” ગીતામાં શ્રી કૃષ્ણ પણ આ વાત કરે છે – ”જે જે ભક્ત,જે જે દેવતાઓના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે , તેઓની તે તે દેવતાઓ પ્રત્યેની શ્રદ્ધા ને હું દૃઢ સ્થિર કરું છું ,(અધ્યાય-7/શ્લોક-210)આનો સાદો અર્થ એ થયો કે શ્રાવણ મહિના માં દૃઢ થયેલી ભક્તિ પછી તે ગમે તે દેવની હોય પણ ફળ આપે છે ,અર્થાત શ્રાવણ મહિનો એક જ માસ ભક્તિ કરી સાધના કરી સાધકે ચૂપ બેસવાનું નથી પરંતું ભક્તિ,આરાધના અને ઈશ્વર નિષ્ઠા ને વધુ મજબૂત કરવાની છે. શિવ આરાધના બાદ તેમના પુત્ર ગણેશ ની પધરામણી થાય છે , ભક્તિ આંતરિક પ્રગટને પછી ભક્તિનું તેનું તેજ વિલીન ન થાય તે જવાબદારી દરેક ભક્ત ની છે . વિદાય લેતા શ્રાવણ માસમાં આપણે ભક્તિ દૃઢ કરી તેને નિત્ય ઉપાસનાનું સ્વરૂપ આપવા ભગવાન પાસે પ્રાર્થના કરીયે.

”તવ તત્વં ન જાનામિ કો દ દશો ડ સિ મહેશ્વર :\યાદશો દશિ મહાદેવ ! તાદશક્ય નામો ;નમઃ;\ એટલે કે હે, મહેશ્વર હે, મહાદેવ હું તો અજ્ઞાની છું। આપનું ક્યુ તત્વ અને આપ કેવા હોઈ શકો તેની મને ખબર નથી ,પણ જેવી રીતે પોતાની કર્તવ્ય પરાયણતા ને ન સમજનાર માનવ સ્નેહવશ થઈને વડીલને નમે તેવા ભાવથી ગુ આપને પુનઃ પુનઃ નમું છું ‘( શિવ મહિમ્ન સ્ત્રોત -શ્લોક -41) નડિયાદ ના સંત રામ મંદિરના મહન્ત ” રામ દાસ ”જી એ ડોંગરે મહારાજ ની ચાતુર્માસ પ્રવચન-પુસ્તિકા ”શિવ લીલામૃત ની પ્રસ્તાવનામાં બીજી આવૃત્તિ/25/2/2013 માં નોંધ્યું છે કે શિવની ઉપાસનાથી ભક્ત મનોજયી ,અહંકાર રહિત,ઇન્દ્રિય વિજયી બને છે જગતના માતા પિતા શિવ પાર્વતી આપને વંદન; એમના નિત્ય સ્તવનથી વાણીને પવિત્ર કરીએ, એમની નિત્ય પ્રસન્નતા પામીએ .” આ મહિના માં શ્રી કૃષ્ણ પ્રાગટય, પછી ગણેશ જયંતિ,પર્યુષણ ,નવરાત્રિ પિતૃ શ્રાદ્ધ, અને દિવાળી.વગેરે માનવીના હિતાર્થે ઋષિઓએ ગોઠવાયેલા છે.

આપણે શ્રદ્ધા,આસ્થા,ભક્તિ અને ઈશ્વર ભક્તિ ને કાયમ માટે શ્રાવણથી પ્રારંભ કરીએ ભગવાન શિવનું રોજ સ્મરણ કરેએ, મંગલમય, કલ્યાણમય, દુઃખ રાહત, સુખદાયક, સર્વ સિદ્ધિ યુક્ત,મોક્ષદાયક મંગલમયી વ્યવહાર કરીએ વર્તન, અને સંસારના જીવાત્મા સાથે ઈશ્વરના સ્વરૂપ દર્શન કરવાની ભાવના રાખીએ વર્ષ ભર નવી આધ્યાત્મિક ચેતના પ્રાપ્ત થાવ, એવી પ્રાર્થના કરીએ કારણ કે આકાશ માંથી પડેલું જળ જેમ ભેગું થઈને નદી અને બાદ માં સમુદ્ર માં ભલે છે તેમ ભક્તિ કોઈની પણ કરો આખરે તો ”કેશવં પ્રતિ ગચ્છતિ .’ તમારા ઇષ્ટદેવ પાસે જ પહોંચે છે તેની નોંધ લઈએ. ભક્તિની ઉર્જા જ્યોત પ્રજ્વલ્લીત રાખીએ.

જીતેન્દ્ર પાઢ / અમેરિકા

Admin

Admin

9909969099
Right Click Disabled!