કડીના પોપટિયા સર્વિસ સ્ટેશન દ્વારા કેમિકલયુકત પાણી ગૌચરની જમીનમાં છોડાતું હોવાની રજુઆત કરાઇ
જાગૃત નાગરીકે ગંદકી મામલે મામલતદારને રજુઆત કરી હોવા છતાં પરીણામ શૂન્ય
કેમીકલ યુક્ત પાણી ગૌચરમાં છોડી થયી રહી છે ગંદકી
કડી ના પોપટીયા સર્વિસ સ્ટેશન દ્વારા કેમિકલયુક્ત પાણી ગૌચરમાં ગેરકાયદેસર રીતે છોડી ગંદકી ફેલાવી રહ્યા હોવાની રજુઆત જાગૃત નાગરીકે મામલતદાર સહિત ઉચ્ચ કક્ષાએ કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં નહિ આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
કડી-નંદાસણ રોડ ઉપર આવેલ પોપટીયા સર્વિસ સ્ટેશન દ્વારા પ્રાઇવેટ કંપનીઓની તેલના ટેન્કર ધોવામાં આવે છે જેમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી સર્વિસ સ્ટેશનના સંચાલકો દ્વારા માલિકીના ખેતરમાં પાણીની લાઈનો નાખી ગૌચરમાં ઠાલવી રહ્યા છે.
સર્વીસ સ્ટેશનન સંચાલકો તેમના અંગત અને આર્થિક ફાયદાસરુ કેમિકલ યુક્ત ગંદુ પાણી ગૌચરમાં નિકાલ કરતા હોવાથી મોટી માત્રામાં પ્રદુષણ ફેલાયી રહ્યું હોવાની રજુઆત જાગૃત નાગરીકે મામલતદાર સહિત ઉચ્ચ કક્ષાએ કરી હતી.રજુઆત ના 20 દિવસ બાદ પણ સર્વિસ સ્ટેશનના સંચાલક સામે કોઈ પગલાં લેવામાં નહિ આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.