અંબાજી પોલીસને બગાસું ખાતાં પતાસું મળ્યું, લાખો રૂપિયાનો વીદેશી દારૂ બીન વારસી હાલતમાં મળ્યો

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે હાલમાં કોરોના કહેર ઓછો થતા લોકો ઘર બહાર નિકળી રહ્યાં છે અને દેવ દર્શન સહીત હરવા ફરવા જઈ રહ્યા છે ત્યારે કેટલાક માથાભારે તત્ત્વો દ્વારા બે નંબર ના વ્યવસાય સાથે જોડાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે આવા લોકોની આ પ્રવુતિ પોલીસ સફળ થવા દેતી નથી અને આજે બપોરે અંબાજી પોલીસને બગાસું ખાતાં પતાસું મળ્યું એવો ઘાટ સર્જાયો હતો અને બિન વારસી હાલતમાં વીદેશી દારૂ ભરેલો ટ્રક મળી આવતાં આવા તત્વો મા ભારે ફફડાટ જોવાં મળી રહયો છે.
આજે બપોરે અંબાજી જીઆઈડીસી વિસ્તારમા ભોલેનાથ મારબલની સામે રોડ ની સાઈડમાં ઍક સફેદ કલરની ટાટા કંપનીની 407 ગોલ્ડ ટેમ્પો જેનો ગાડી નંબર જીજે 24 એક્સ 2533 શંકાસ્પદ બિનવારસી હાલતમાં બાવળની ઝાડી નીચે પડેલ હોઈ અને તેના ઉપર કાળા કલરની તાડપત્રી ઢાંકેલી હોઈ ત્યારે ત્યા હાજર અંબાજી પોલીસના જવાનો દ્વારા અંદર જોતા ભારતીય બનાવટનો વીદેશી દારૂની પેટીઓ કુલ 300 જેમા બોટલ નંગ 7488 જેની કિંમત 16 લાખ 70 હજાર 400 રૂપીયા તથા ટાટા કંપનીની 407 ગોલ્ડ ટેમ્પો ગાડીની કિંમત 5 લાખ રૂપિયા આમ કુલ કીમત 21 લાખ 70 હજાર 400 રૂપિયા નો મુદામાલ કબ્જે કરી બિન વારસી ટ્રક ના ચાલક સામે ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઓપરેશન મા અંબાજી પીઆઇ જે બી આચાર્ય, કોન્સ્ટેબલ રાજેન્દ્ર કુમાર, હિતેન્દ્ર કુમાર અને જયેશ જોષી પેટ્રોલિંગ મા હતા ત્યારે આ ટ્રક ની માહીતી મળી હતી.
@@ અંબાજી પોલીસ આ ટ્રકના સીસીટીવી ચેક કરે@@
આ ટ્રક કંઈ રીતે બિન વારસી હાલતમાં આવ્યો? ત્રણ ચાર દિવસ પહેલાના જાબૂડી અને છાપરી બોર્ડર ના સીસીટીવી કેમેરા પોલીસ ચેક કરે તો મોટા માથા ના નામ બહાર આવી શકે તેમ છે