એલસીબી પાલનપુર એ અંબાજી માંથી 8 જુગારીઓ પકડાયા, શક્તિ ભુવન ખાતે પોલીસ ત્રાટકી

એલસીબી પાલનપુર એ અંબાજી માંથી 8 જુગારીઓ પકડાયા, શક્તિ ભુવન ખાતે પોલીસ ત્રાટકી
Spread the love

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે હાલમાં કોરોના કહેર ઓછો થતાં લોકો દેવદર્શન તરફ જઈ રહ્યા છે ત્યારે કેટલાક તત્વો દર્શન ના બહાને મા અંબાના પવિત્ર ધામમાં હોટેલ ગેસ્ટ હાઉસમાં રૂમ ભાડે રાખીને જુગાર રમતા હોય છે ત્યારે પાલનપુર થી આવેલી એલસીબી પોલીસે અંબાજી દાતા રોડ ઉપર આવેલ શક્તિ ભુવન ધર્મશાળામાં જુગાર રમતા આ જુગારીઓની ધરપકડ કરી હતી આ જુગારીઓ વિસનગર મહેસાણા જિલ્લાના રહેવાસી હતા. પોલીસે 6 મોબાઈલ અને રોકડ રકમ સહિત તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત-નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા
શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી આર.જી. દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી પાલનપુરનાઓના માર્ગદર્શન હેઠળ થતા શ્રી જી.એમ. ભૂંભાણી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા હે.કો. નરપતસિંહ તથા નરેશભાઈ તથા દિગ્વિજયસિંહ તથા મહેશભાઈ તથા ઈશ્વરભાઈ તથા દિનેશભાઈ તથા પ્રકાશભાઈ તથા પ્રવીણભાઈ તથા પ્રભુજી નાઓ અંબાજી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે શક્તિ ભુવનમાં ગંજીપાના થી હાર જીતનો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે સદરે જગ્યાએ રેઇડ કરતા આઠ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

@@ જુગારીઓના નામ @@

(૧) સૈલેશભાઇ સાંકળચંદ પટેલ રહે.મેલાણીયા વાસ હરેશ્વર મહાદેવની પોળ વિસનગર જીલ્લો.મહેસાણા તથા (૨) રાકેશભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે.કડા દરવાજા દરબાર રોડ વિસનગર જીલ્લો.મહેસાણા તથા (૩) પ્રવિણભાઇ રણછોડભાઇ પટેલ રહે.ગોવિંદ ચકલા સ્ટેશન રોડ વિસનગર જીલ્લો.મહેસાણા તથા (૪) ગોવિંદભાઇ શંકરલાલ પટેલ રહે.દીપડા દરવાજા કડા રોડ વિસનગર જીલ્લો.મહેસાણા તથા (૫) કીરીટભાઇ બાબુલાલ પટેલ રહે. કડા દરવાજા દરબાર રોડ વિસનગર જીલ્લો.મહેસાણા તથા (૬) રાજેન્દ્રકુમાર કાંન્તીલાલ પટેલ રહે. દીપડા દરવાજા કડા રોડ વિસનગર જીલ્લો.મહેસાણા તથા (૭) આશીષકુમાર બાબુલાલ પટેલ રહે. ફતેહ દરવાજા વિસનગર જીલ્લો.મહેસાણા તથા (૮) નીતીનભાઇ ગોપાલભાઇ પટેલ ઉ.વ.૪૫ ધંધો.ખેતી રહે. દીપડા દરવાજા કડા રોડ વિસનગર જીલ્લો.મહેસાણા વાળાઓ રોકડ રકમ રૂ.86,640/ તથા મોબાઈલ નંગ-6 કિ.રૂ.51,000/- એમ કુલ કી.રૂ.1,37,640/- નો મુદ્દામાલ તથા જુગારના સાહીત્ય સાથે પકડાઈ ગયેલ હોઈ સદરે ઇસમો વિરૂધ્ધ અંબાજી પો.સ્ટે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

IMG-20210820-WA0008.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!