અંબાજી ખાતે સફાઇ કરતી ઓલ સર્વિસ ગ્લોબલ એજન્સીને હટાવી દેવામાં આવી…!

અંબાજી ખાતે સફાઇ કરતી ઓલ સર્વિસ ગ્લોબલ એજન્સીને હટાવી દેવામાં આવી…!
Spread the love
  • 4 વખત સી ગ્રેડ આવ્યો હતો, હવે રાજદીપ એજન્સી કામગીરી કરશે

શકિત, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. હાલમાં કોરોના કહેર ઓછો થતા લોકો ઘર બહાર નિકળી રહ્યાં છે અને દેવદર્શન પણ કરી રહ્યાં છે ત્યારે ગુજરાતનું સૌથી મોટુ શક્તિપીઠ અંબાજી કરોડો માઇ ભકતોના આસ્થાનું સ્થાનક છે ત્યારે અંબાજી મંદિર, ગબ્બર અને ગ્રામ સફાઇની કામગીરી 2017 થી ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાયવેટ લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવતી હતી અને જ્યારથી ઓલ સર્વિસ ગ્લોબલ એજન્સી અંબાજી ખાતે આવી ત્યારથી તેની કામગીરી વિવાદિત રહી હતી અને છેલ્લે આ ઓલ સર્વિસ ગ્લોબલ એજન્સી ને 4 વખત “સી” ગ્રેડ મળતા આ એજન્સીને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ટર્મીનેટ કરાતા ચકચાર મચી જવા પામી છે અને હવે 21/8/2021 થી અંબાજી મંદિર, ગબ્બર અને ગ્રામ સફાઇની કામગીરી રાજદીપ એજન્સી ને અપાઈ છે.

અંબાજી ખાતે 2017 થી સફાઇની કામગીરી સંભાળતી ઓલ સર્વિસ ગ્લોબલ એજન્સી ની શરૂઆત મા કામગીરી ઘણી સારી રહી હતી પરંતું ત્યારબાદ આ એજન્સીની કામગીરી બોગસ અને ધુપ્પલ રહી હતી ત્યારે આ એજન્સી ને 4 વખત ” સી ” ગ્રેડ મળતા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ટર્મીનેટ કરાતા ચકચાર મચી જવા પામી છે અને આ ઓલ સર્વિસ ગ્લોબલ એજન્સી મા જ્યારથી સુપર વાઇઝર અને મેનેજર બદલાયા ત્યારથી કામગીરી એકદમ બોગસ જોવાં મળી હતી. અંબાજી ખાતે થી ઓલ સર્વિસ ગ્લોબલ એજન્સી ને ટર્મીનેટ કરાતા અંબાજીના લોકોમાં ભારે ખુશી જોવા મળી હતી.

નવા મેનેજર અને નવા સુપરવાઈઝર આવતાં સી ગ્રેડ આવ્યો
અંબાજી ખાતે મંદીર, ગબ્બર અને ગ્રામ સફાઇની કામગીરી સંભાળતી ઓલ સર્વિસ ગ્લોબલ એજન્સી ના શરૂઆત નાં મેનેજર અને સુપર વાઈઝર સુંદર કામગીરી કરતા હતા પણ ધીરે ધીરે આ એજન્સી ની કામગીરી ભારે વિવાદિત બની ગઈ હતી. આ એજન્સી મા અંબાજી ખાતે કામ કરતા પ્રવીણ પારઘી અને ઇન્દિરા પરમારને પોતાના સ્ટાફના રાજકારણનો ભોગ બનવું પડ્યું હતું એટલેજ આ લોકો રાજીનામું આપી કંપની છોડી દીધી હતી.

રાજદીપ એન્ટરપ્રાઇઝ પણ ઓલ સર્વિસના મેનેજર અને સુપરવાઇઝર રાખશે તો ફરીથી ” સી” ગ્રેડઆવશે !
અંબાજી ખાતે સફાઇ કરવામાં ઓલ સર્વિસ ગ્લોબલ એજન્સી દ્વારા સી ગ્રેડ લાવવામાં સૌથી મોટો ફાળો હાલના મેનેજર અને સુપર વાઇઝર ના માથે દોષ નો ટોપલો ઢોલાઈ ગયો છે. આ ઓલ સર્વિસ ગ્લોબલ એજન્સી મા જયારે ઇન્દિરા પરમાર અને પ્રવીણ પારઘી હતા ત્યારે આ એજન્સીને ” સી ” ગ્રેડ એકપણ વખત મળ્યો હતો નહી પણ જ્યારથી મેનેજર અને સુપર વાઇઝર હાલના આવતા ઓલ સર્વિસ ગ્લોબલ એજન્સી ની આબરૂ નું ભારે ધોવાણ થયું છે ત્યારે નવી આવેલી એજન્સી રાજદીપ એન્ટરપ્રાઈઝ દ્વારા સારા અનુભવી મેનેજર અને સુપર વાઇઝર રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે. સફાઈ કામદારો ની કામગીરી સારી છે પરંતુ નવા મેનેજર અને નવા સુપરવાઇઝરની કામગીરીના કારણે કંપની બદનામ થાય છે. અંબાજી માં ચાલતી ચર્ચા મુજબ ઓલ સર્વિસ ગ્લોબલના કેટલાક સુપરવાઇઝર ગબ્બર ખાતે પાર્ટી કરવા પણ જતા હતા

જાન્યુઆરી 2021 થી એપ્રિલ 2021 સુધી 4 વખત “સી ” ગ્રેડ મળ્યો
ઓલ સર્વિસ ગ્લોબલ એજન્સી મા લગભગ 8 સુપરવાઇઝર અને 2 મેનેજર સહિત 140 સફાઈ કામદારો કામ કરતા હતા. અંબાજી માં ચાલતી ચર્ચા મુજબ આ એજન્સી વર્ષે ત્રણ કરોડ રૂપિયાનું સફાઈ કરતી હતી આ બાબતે અંબાજીના લોકોએ મંતવ્ય આપ્યા હતા કે અંબાજીમાં બારેમાસ સફાઈ જેવું લાગતું નથી અને મંદિર પરિસરમાં પણ યોગ્ય સફાઈ થતી ન હતી અને ગબ્બર ખાતે પણ ક્યારેક-ક્યારેક કચરાના ઢગ જોવા મળતા હતા.

IMG_20210820_134050.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!