પાલનપુર એલસીબી પોલીસે સતત બીજા દિવસે અંબાજી “રાધે પેલેસ” હોટલ માંથી 8 જુગારીઓ પકડયા

પાલનપુર એલસીબી પોલીસે સતત બીજા દિવસે અંબાજી “રાધે પેલેસ” હોટલ માંથી 8 જુગારીઓ પકડયા
Spread the love

શકિત,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. હાલમાં કોરોના કહેર ઓછો થતા લોકો દેવ દર્શન કરવા આવી રહ્યા છે અને મા અંબાના દર્શન કરવા પણ ઘણા માઇભકતો આવી રહ્યા છે ત્યારે કેટલાક અસામાજીક તત્વો અંબાજી ખાતે આવી દર્શનના બહાના હેઠળ હોટલ ગેસ્ટ હાઊસ મા રૂમ ભાડે રાખીને જુગાર રમતા હોય છે ત્યારે આવા તત્વો પર પોલીસ પર નજર રાખતી હોય છે આવો જ જુગાર રમવાનો પર્દાફાશ પાલનપુર એલસીબી પોલીસે કરેલ છે. પાલનપુર એલસીબી પોલીસે સતત બીજા દિવસે અંબાજી ખાતે આવી હોટલમાંથી જુગાર રમતા 8 જુગારીઓ પકડેલ છે અને આ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પ્રસ્તુત માહિતી અનુસાર શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પોલીસ સક્રિય થયેલ છે જેમાં શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓ ના માર્ગ દર્શન મુજબ પોલીસના જી.એમ.ભુંભાણી પો.સબ.ઇન્સ તથાપો.કોન્સ.ઈશ્વરભાઈ,નિશાંત, જોરાવરસિંહ,પ્રકાશભાઈ, રાજુભાઇ, પ્રભુભાઈ નાઓ અંબાજી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના પો.કોન્સ ઈશ્વરભાઈ દેસાઈ નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે રાધે પેલેસ હોટલ માં કેટલાક ઇસમો તીન પત્તિનો પૈસા થી હાર જીત નો જુગાર રમી રમાડે છે જેઓને હોટલના રૂમ નમ્બર 201 માં જોતા કેટલાક ઈસમો ગોળ કુંડાળું વાળી ત્રીન પતીનો જુગાર રમી રમતા હોય તેઓને જે તે સ્થિતિમાં કોર્ડન કરી પકડી પાડેલ આઠ ઈસમો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .

@@ પકડાયેલા આરોપીઓના નામ @@

(1)હિતેન્દ્રકુમાર વસંતલાલ જોષી રહે.માણસા (2) વિજયભાઈ દેવજીભાઈ પટેલ રહે.પરબતપુરા (3) સજયકુમાર જીવનભાઈ પટેલ રહે.પરબતપુરા (4) પરેશભાઈ જીવણભાઈ પટેલ અમદાવાદ (5) બાબુભાઇ કચરાભાઈ પટેલ રહે.રાજપુરા (6) રાજુભાઇ બાબુભાઇ નાઈ રહે.માણસા (7) રામાભાઈ કરશનભાઈ પટેલ રહે.રાજપુરા (8) રમેશભાઈ ઈશ્વરભાઈ પટેલ માણસા તા.ગાંધીનગર વાળાઓ પાસેથી રોકડ રકમ રૂ,62,040/ તથા મોબાઈલ નંગ-8 કિ.રૂ.69,000/- એમ કુલ કી.રૂ.1,31,040/- નો મુદ્દામાલ તથા જુગારના સાહીત્ય સાથે પકડાઈ ગયેલ હોઈ સદરે ઇસમો વિરૂધ્ધ અંબાજી પો.સ્ટે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

@@ પાલનપુર થી આવેલી પોલીસે જુગારધામ પકડયુ @@

અંબાજી ખાતે હાલમાં માઇ ભકતોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે અંબાજી પોલીસ માસ્ક ની પાવતી પાડવામાં મશગુલ દેખાઈ રહી છે જ્યારે અંબાજી થી 60 કિલોમીટર દૂર આવેલી એલસીબી પોલીસે 20 ઓગસ્ટના રોજ દાંતા રોડ પર આવેલી શક્તિ ભુવન ધર્મશાળા માંથી 8 જુગારીઓ પકડી પાડયા હતા અને 21 ઓગસ્ટના રોજ દરબાર ના મહેલ પાસે આવેલી રાધે પેલેસ હોટલમાંથી 8 જુગારીઓ પકડીને પોતાની કામગીરી નો પરિચય આપ્યો હતો અંબાજી ખાતે ઘણી હોટેલોમાં જુગાર ગામ ચાલી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.

IMG-20210821-WA0029-1.jpg IMG-20210821-WA0036-0.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!