હિંમતનગર ટાઉન હોલ ખાતે ૨૮ મી ઓગસ્ટે રાષ્ટ્રીય શાયર શ્રીઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી ઉજવાશે

હિંમતનગર ટાઉન હોલ ખાતે ૨૮ મી ઓગસ્ટે રાષ્ટ્રીય શાયર શ્રીઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી ઉજવાશે
Spread the love

હિંમતનગર ટાઉન હોલ ખાતે ૨૮ મી ઓગસ્ટે રાષ્ટ્રીય શાયર શ્રીઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી ઉજવાશે

જિલ્લા કલેક્ટર હિતેષ કોયાની અધ્યક્ષતામાં ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ

રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના ૩૩ જિલ્લાઓ ૨૮મીએ ૧૦:૩૦ થી ૧૨:૩૦ કલાકે પુસ્તકાલયોને પુસ્તક સેટ મેઘાણીજીના જીવન ઉપર ડોક્યુમેન્ટરી ફિલ્મ તથા મેઘાણી રચિત ગીતોની રમઝટ કલાકારો દ્વારા પ્રસ્તુત કરાશે શાળા-કોલેજના બાળકો ઉપસ્થિત રહેશે

આગામી ૨૮ મી ઓગસ્ટ ૨૦૨૧ના રોજ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના ૩૩ જિલ્લામાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી ભવ્ય રીતે ઉજવવામાં આવશે.
આ નિમિત્તે “કસુંબીનો રંગ ઉત્સવ કાર્યક્રમ” અંતર્ગત ગઈ કાલે તા. ૨૫/૮/૨૦૨૧ના રોજ જિલ્લા કલેક્ટર હિતેશ કોયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ આયોજન અને અમલીકરણ અંગે બેઠક યોજાઈ હતી.
જેમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજર તથા નગરપાલિકાના પ્રમુખ મોદી અને જિલ્લા શિક્ષણ અધિકારી રમતગમત અધિકારી અને હિંમતનગર પોલિટેકનિકના આચાર્ય ડો. રાવલ નોડલ અધિકારી ઉપસ્થિત રહી કાર્યક્રમને સુચારુ રીતે પાર પાડવા અંગે સૂચનાઓ અને માર્ગદર્શન મેળવ્યું હતું.
આગામી ૨૮મી એ ટાઉનહોલ ખાતે મહાનુભાવોમાં મહેસુલમંત્રી
કૌશિકભાઇ પટેલ, લોકસભા સાંસદ દિપસિંહ રાઠોડ, રાજ્યસભા સાંસદ રમિલાબેન બારા અને સ્થાનિક આગેવાનો દ્વારા ૧૦:૩૦ કલાકે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે.
અને મહાનુભાવોનું મેઘાણીના પુસ્તક અને પુષ્પો દ્વારા સ્વાગત કરવામાં આવશે.
મહાનુભાવો દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ નગરજનોને પ્રસંગને અનુરૂપ પ્રેરક સંબોધન કરશે.
શ્રી મેઘાણીના જીવન ઉપર બનાવેલ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બતાવવામાં આવશે જિલ્લાની તમામ સરકારી પુસ્તકાલયોને વિવિધ ૮૦ પુસ્તકોનો સેટ જિલ્લા અને
તાલુકા ગ્રંથાલયોને વિતરણ કરવામાં આવશે.
સાથે ઝવેરચંદ મેઘાણી રચિત કસુંબીનો રંગ ગીતોની રમઝટ કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગ રમત-ગમત તેમજ સરકારી પોલીટેકનિક હિંમતનગર, વિદ્યાનગરી મહિલા કોલેજ, સાયન્સ કોલેજ મહેતાપૂરા, ગ્રોમોર સંસ્થા તથા શહેરની નામાંકિત શાળા કોલેજોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને સહભાગી થઈ કાર્યક્રમને માણશે અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની યાદ તાજી કરીને સ્મૃતિ પટલ પર રાષ્ટ્રીય શાયરનો સંદેશો ઝીલશે અને અંતમાં રાષ્ટ્રગાન કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે.

 

રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!