માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ની આપ ના નેતા એ મુલાકાત કરતા તાલુકાના રાજકારણમાં ગરમાવો આવ્યો

માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ની આપ ના નેતા એ મુલાકાત કરતા તાલુકાના રાજકારણમાં ગરમાવો આવ્યો
Spread the love

માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમાની આપ ના નેતા મહેશભાઈ સવાણીએ મુલાકાત કરતા તાલુકાના રાજકારણમાં ગરમાવો આવ્યો

આજે માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ પૂર્વ તાલુકા કોગ્રેસ પ્રમુખ અને માણાવદર ક્ષત્રીય સમાજના પીઢ આગેવાન નિર્મળસિંહ ચુડાસમાના નિવાસસ્થાને આપ ના ગુજરાત પ્રદેશ આગેવાન મહેશભાઇ સવાણી ઓચિંતી મુલાકાત કરતા માણાવદર તાલુકાના રાજકારણમાં ગરમાવો આવ્યો. છેલ્લા ઘણા સમયથી નિર્મળસિંહ ચુડાસમા રાજકારણમાં સાઈડ લાઈન થય ગયેલ હતા. પરંતુ થોડા સમય પહેલા આપ ના નેતા ઈચ્છુદાન ગઢવી એ નિર્મળસિંહ ચુડાસમા ના ઘરે શુભેચ્છા મુલાકાત કરેલ ત્યાર બાદ થોડા સમય પછી મહેશભાઇ સવાણી એ મુલાકાત કરતા માણાવદર શહેર તેમજ તાલુકામા આ મુલાકાત ટોક ઓફ ટાઉન બનેલ છે.

નિર્મળસિંહ ચુડાસમા દરેક સમાજ ને સાથે લઇ ને ચાલનારા છે અને માણાવદરના વાદીવાસ,સ્ટેશન પ્લોટ, રાવળપરા, તેમજ અન્ય વિસ્તારમા સારી એવી નામના મેળવી છે.અને ગરીબોના બેલી તરીકે ઓળખાય છે.છેલ્લા ચાલીસ વર્ષ સ્ટેશન પ્લોટ વિસ્તારમાંથી પક્ષ હોય કે અપક્ષ હોય તેઓ નગરપાલિકા ની ચુંટણી લડે છે. અને જીતે પણ છે આ વોડૅ મા એમની સામે ઘણી વખત ઉમેદવાર પણ મળતા નથી તેથી પોતે બિન હરીફ થાય છે. આજે આ મુલાકાતમા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી ગીતાબેન મકવાણા, મુસાભાઇ સોલંકી, ધર્મેશભાઈ શંખેસરીયા, અને ક્ષત્રીય સમાજના આગેવાનો તેમજ દરેક સમાજના આગેવાનો તેમજ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત દરમ્યાન મહેશભાઈ સવાણી નું નિર્મળસિંહ ચુડાસમા દ્વારા શાલ ઓઢાડી તેમજ બુકે આપી સન્માન કરવામાં આવેલ હતું. ત્યાર બાદ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ શ્રીમતી ગીતાબેન મકવાણા એ ફુલહાર આપી ને મહેશભાઈ નું સન્માન કરેલ.મહેશભાઈ એ પ્રવચન મા ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. અને નિર્મળસિંહ બાપુને આપ મા વહેલી તકે જોડાવા નું કહેલ માણાવદર તાલુકા માં તમારું મોટું નામ છે.આ પ્રસંગે નિર્મળસિંહબાપુ એ કહેલ કે ગુજરાતમાં રાજકીય પરિવર્તન આવશે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મહેશભાઈ સવાણી ને ગુજરાત નું સુકાન સંભાળવાનું છે. આજની આ મુલાકાત થતાં એવું લાગે છે કે નિર્મળસિંહ ચુડાસમા બહોળી સંખ્યા સાથે આમ આદમી પાર્ટી મા જોડા છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટી ના જુનાગઢ જીલ્લા પ્રમુખ અતુલ શેખડા,સંગઠન મંત્રી હમીરભાઈ રામ, પોરબંદર જીલ્લા ના પ્રભારી રાજુભાઈ બોરખતીયા, માણાવદર તાલુકા પ્રમુખ યોગેશ હુંબલ, પ્રભારી હિરેનભાઈ કમાણી, પરેશભાઈ ગોસ્વામી તથા આપના અન્ય આગેવાનો શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા.

 

રિપોર્ટ : જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20210826-WA0021-1.jpg IMG-20210826-WA0020-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!