ઉપલેટા તાલુકામાં વરસાદ ખેંચતા ખેડૂતો થયા કંગાળ,

ઉપલેટા તાલુકામાં વરસાદ ખેંચતા ખેડૂતો થયા કંગાળ, સરકાર સમક્ષ સહાય આપવા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું
જગતનો તાત બેકારીને કારણે આત્મહત્યા કરે એની પહેલા સરકારે ખેડૂતોના ધીરણોને માફ કરવા કરી રહ્યા છે માંગ
હાલ ચોમાસુ સિઝન હોય પણ ગુજરાત ભરમાં ક્યાંય વરસાદ ના અણસાર હજુ સુધી દેખાણાં નથી. હવામાન ખાતાના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર. કે. જેનામણી જણાવ્યા પ્રમાણે ગુજરાત માં સરેરાશ કરતા આ વર્ષ નો 85 % વરસાદ ઓછો છે. અને વધુ સારા વરસાદની કોઈ શક્યતાઓ પણ જોવા મળતી નથી. આને કારણે દુષ્કાળગ્રસ્ત રાજ્યોમાં ગુજરાત નો સમાવેશ થઈ રહ્યો છે, આવી પરિસ્થિતિમાં ચોમાસુ પાક વરસાદ વગર અને પાણી વગર સુકાઈ રહ્યો છે આમજ વરસાદ વગર દિવસો પસાર થશે તો ચોમાસુ પાક સંપૂર્ણ નાસ પામશે. ત્યારે સરકારશ્રી ની મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ની રોકડ સહાયની ખેડૂતોને તાતી જરૂર પડશે. ત્યારે સરકારે આવી પરિસ્થિતિને ગંભીરતાથી લઈ સર્વે ની કામગીરી શરૂ કરી ખેડૂતો,મજૂરો,અને અન્ય કારીગરોની રોજગારી માટે આયોજન કરી માસ્ટરપ્લાન ની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરી આપવી જોઈએ,
આ દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ ને લઈ પીવાના પાણીની અછત, પશુઓના ઘાસચારા ની અછત, તેમજ ખેડૂતોના ઉભા મોલ સુકાઈ જવાથી આર્થિક નુકસાની ને ધ્યાને લઇ સરકારશ્રીએ પીવાના પાણી માટે પશુઓના ઘાસચારા માટે આગોતરા આયોજન ઘડી કોઈપણ જાતના વિલંબ કર્યા વગર સહાયની કામગીરી હાથ ધરવી જોઈએ જેના માટે આજે ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા મામલતદારને આવેદન આપી માંગણીઓ કરી હતી જો આમાં સરકાર વિલંબ કરશે તો ખેડૂતો દ્વારા વધુ આંદોલન કરવાની ફરજ પડશે તેવું પણ ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું.
રિપોર્ટ:-વિપુલ ધામેચા
ઉપલેટા