હરીપુરા બસ સ્ટોપ ઉપર એસ.ટી.બસ ન ઉભી રાખતા સ્ટુડન્ટો દ્વારા ડભોઇ એસ.ટી બસ ડેપોના મેનેજર ને રજૂઆત

*ડભોઇ મોટા હબીપુરા બસ સ્ટોપ ઉપર એસ.ટી.બસ ન ઉભી રાખતા વિદ્યાર્થીઓ દ્વારા ડભોઇ એસ.ટી બસ ડેપોના મેનેજર ને રજૂઆત*
ડભોઈ થી કરજણ અને કરજણ થી રીટર્ન ડભોઇ આવતી બસ મોટાહબીપુરા બસ સ્ટોપ પર ઉભી ના રહેતા ગામડા થી ડભોઇ આવતી વિદ્યાર્થીનીઓ ને હાલાકી પડતી હોવાથી આજરોજ મોટા હબીપુરા ગામ ની 21 જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા ડભોઇ ડેપો મેનેજર ને લેખિત માં બસ સ્ટોપ પર બસ ઉભી રાખવા રજુઆત કરી હતી.કરજણ ડભોઇ ની સવાર ની 11.10 ની બસ ડભોઇ તાલુકા ના મોટા હબીપુરા બસ સ્ટોપ પર ઉભી ન રહેતા ડભોઇ અભ્યાસ અર્થે આવતા 40 થી 50 જેટલા વિદ્યાર્થીઓ ને ખૂબ જ હાલાકી નો સામનો કરવો પડે છે અને ડભોઇ આવવા માટે અન્ય કોઈ વાહન ન મળતા અભ્યાસ બગડી રહ્યો હોવાનું વિદ્યાર્થીઓ એ જણાવ્યું હતું.સાથે જ જે બસ કરજણ થી ડભોઇ આવે છે તે મીની બસ હોવાથી બસ માં જગ્યા ફૂલ થઈ જાય છે જેના કારણે બસ ઉભી નથી રાખતા હોવાનું કારણ જાણવા મળ્યું છે જેથી મીની બસ ની જગ્યા એ મોટી બસ મુકવામાં આવે તેવી રજુઆત સાથે આજ રોજ મોટા હબીપુરા ગામ ની વિદ્યાર્થીનીઓ એ ડભોઇ ડેપો મેનેજર ને લેખિત માં ફરિયાદ સાથે રજુઆત કરી હતી.
રીપોર્ટ :- ચિરાગ તમાકુવાલા