સાબરકાંઠા માં ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન ૨.૦ રમત સ્પર્ધા

ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન ૨.૦ રમત સ્પર્ધા
સાબરકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ગુજરાત સરકાર શ્રી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન ૨.૦ નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં સાબરકાંઠા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા જુદી જુદી ૧૫ રમતો જેવી કે ફૂટબોલ, હોકી, ચેસ, યોગાસન, સ્કેટીંગ, કરાટે, કબડ્ડી, રસ્સાખેંચ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ટેનિસ,લોન ટેનિસ,એથ્લેટીક્સ, વોલીબોલ, શુટીંગ, જુડો વગેરે રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.
જેમાં ૧૯ વર્ષ સુધીની ઉંમર ધરાવતા ખેલાડી ભાઈઓ બહેનો ભાગ લઇ શકશે.
આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તા. ૫/૯/૨૦૨૧ સુધીમાં પોતાના નામ, સરનામું, જન્મ તારીખ તેમજ આધાર પુરાવા સાથેની અરજી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ક્રિષ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ, સબ જેલ રોડ, હિંમતનગર ખાતે મોકલી આપવા રમતગમત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા