જાફરાબાદ તાલુકામાં તોકેત વાવાઝોડાની ઘરવખરીની સહાય ચૂકવવા માંગ.

સાતમ-આઠમના તહેવારો પહેલા સહાય ચૂકવવામાં આવે :- ટીકુભાઈ વરૂ.
જાફરાબાદ તાલુકામાં તોકેત વાવાઝોડાને આજે ત્રણ સાડા ત્રણ મહિના જેવો સમય થઈ ગયો છે છતાં પણ આજે ગરીબ લોકોને ઘરવખરી સહાય પેટે ૭૦૦૦ રૂપિયા સરકાર દ્વારા ચૂકવવાના હોય છે તે આજ દિન સુધી ચૂકવવામાં આવેલ નથી તો આગામી દિવસોમાં સાતમ-આઠમના તહેવારો આવતા હોય અને અમારા જાફરાબાદ તાલુકો પછાત વિસ્તાર હોય અને જુની પરંપરા મુજબ બહેન દીકરીઓ બધા પોતપોતાના માતા-પિતાના ઘરે તહેવાર કરવા આવતી હોય અને જ્યારે ગરીબ જનતાને હાલના તહેવાર હોવાથી ધરમાં અનાજ કરીયાણું તેલ જેવી વસ્તુઓને ખરીદી માટે રૂપિયા ન હોય ત્યારે સરકારશ્રીએ ઘરવખરી સહાય મંજુર કરેલ હોય સતા પણ જાફરાબાદ તાલુકા પંચાયત દ્વારા આજ દિન સુધી ચુકવણું કરવામાં આવેલ નથી તો આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તાકીદે ગરીબ જનતાને ઘર વખરી સહાય મળે તે બાબતે કોંગ્રેસ અગ્રણી ટીકુભાઈ વરૂ એ અધિકારીશ્રીઓ અને ધારાસભ્ય અંમરીષભાઈ ડેરને રજુઆત કરી છે.
રિપોર્ટ :- મહેશ વરૂ – રાજુલા