તાલાલા ના ઘુસીયા ગામે છેલ્લા 13વર્ષથી જન્માષ્ટમી માં રઘૂવીર ગ્રુપ ના ભરત વાળા નો અનોખો સેવા યજ્ઞ

તાલાલા ના ઘુસીયા ગામે છેલ્લા 13વર્ષથી જન્માષ્ટમી માં રઘૂવીર ગ્રુપ ના ભરત વાળા નો અનોખો સેવા યજ્ઞ
રઘૂવીર ગ્રુપ અને ભરત વાળા દ્વવારા દર વર્ષે ગરીબો માં કરાય છે ફરસાણ મીઠાઈ નુ વિતરણ
700જેટલા ગરીબ પરિવાર ની જન્માષ્ટમી માં રંગ પુરે છે રઘૂવીર ગ્રુપ
સૌરાષ્ટ્ર માં કૃષ્ણ જન્મોત્સવ રૂપી જન્માષ્ટમી નો તહેવાર હર્ષઉલ્લાસ સાથે ઉજવાય છે. ખાસ કરીને જન્માષ્ટમી ના તહેવાર માં લોકો ફરસાણ અને મીઠાઈ બનાવે છે. અને પરંપરાગત રીતે દરેક ગામમાં આ ઉત્સવ ઉજવવા માં આવે છે. સામાન્ય અને ગરીબ પરિવાર ને મોંઘવારી ના માર નીચે આ તહેવાર માં ખુબ મુશ્કેલી ઉભી થતી હોય છે. ત્યારે ગરીબો ફરસાણ અને મીઠાઈ મોંઘવારી અને નીચી આવક ના કારણે બનાવી શકતા કે ખરીદી શકતા નથી અને તેથી જ તેમની ઉજવણી નો રંગ ફિક્કો પડે છે.પરંતુ ગ્રામીણ વિસ્તાર માં કામ કરતા સેવાભવી ગ્રુપ દ્વવારા તેમાં રંગ ઉમેરવામાં નુ કામ પણ હાથ ધરાતુ હોય છે. ગીરસોમનાથ જિલ્લા ના તાલાલા તાલુકા ના ઘુસીયા ગામ ના પૂર્વ સરપંચ અને જિલ્લા ભાજપ ના પૂર્વ યુવા પ્રમુખ ભરત વાળા અને તેમના રઘુવીર ગ્રુપ દ્વવારા છેલ્લા તેર (13)વર્ષ થી ઘુસીયા ગામના ખેત મજૂરી કામ સાથે સંકળાયેલ ગરીબ સાતસો (700) જેટલાં પરિવારો ને ફરસાણ અને મીઠાઈ નુ વિના મુલ્યે વિતરણ કરવામાં આવે છે. જેથી આ ગરીબ લોકો પણ અન્ય લોકોની જેમ જન્માષ્ટમી નો તહેવાર રંગેચંગે ઉજવી શકે. છેલ્લા તેર વર્ષ થી ભરત વાળા ના નેતૃત્વ માં વિવિધ ફરસાણ અને મીઠાઈ નુ પેકીંગ કરી લોકો ના ઘર સુધી પહોંચાડવા માં આવે છે. આ ઉમદા સેવા ના કાર્ય કે ગરીબ લોકો પણ જન્માષ્ટમી નો તહેવાર સારી રીતે ઉજવે તેવા શુભ આશય થી આ સેવાકીય કામગીરી થી લોકો પણ આ સેવાકીય કાર્ય કરનારા રઘુવીર ગ્રુપ ના યુવાનો ને આશીર્વાદ આપતા જોવા મળે છે.