મોરબીના નિવૃત ASI મુકુંદરાય જોશીનો આજે જન્મદિવસ

- નિવૃત ASI એમ.પી.જોશી પોલીસકર્મીઓ અને પોલીસ અધિકરીઓને ફરજ દરમ્યાન પડતી હાલાકી તેમજ ફરજ અને પરિવાર વચ્ચે શુ ગુમાવે છે તેની તકલીફ પર પુસ્તક પણ લખશે
મોરબી તાલુકા, એ ડિવિઝન, માળિયા મિયાણાં, વાંકાનેર સિટી, કંટ્રોલ રૂમ,વાંકાનેર તાલુકા તેમજ મોરબી અને ધોરાજી ખાતે પોલિસમ થકોમાં ડી સ્ટાફ સહિતના વિભાગમાં એએસઆઈ તરીકે ફરજ બજાવી ચુકેલા અને સ્વભાવે સ્પષ્ટ વક્તા લોકોની સેવા કરવા હરહમેંશા તત્પર રહેતાં મુકુંદરાય પ્રેમશંકર જોશીનો આજે ૫૯મો જન્મદિવસ છે. તેઓનો જન્મ ૧૦-૦૯-૧૯૬૧ ના રોજ માળીયા (મિં)ના ખાખરેચી ગામે થયો હતો. નાનપણથી જ મહેનતુ અને જીવનના અસંખ્ય ચડાવ ઉતાર જોઈને પોલીસ ખાતામાં નોકરી મેળવી અને સત્ય માટે હંમેશા લડતા રહ્યા હતા મુકુંદરાય જોશી વર્ષ ૨૦૧૯ના મહિનામાં વયમર્યાદાના લીધે નિવૃત પણ થયા હતા. આજે નિવૃત એએસઆઈ એમ પી જોશી ૫૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા તેઓના જન્મદિવસ હોય તેના મિત્ર વર્તુળમાંથી ઠેર ઠેર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, નિવૃત પોલીસકર્મી દ્વારા પોલીસકર્મીઓને ફરજ દરમ્યાન લોકો અને બુટલેગરો દ્વારા પડતી તકલીફો માટે એન્જીઓ શરૂ કરવાની કામગીરી પણ કરવામાં આવી છે. ત્યારે પોલીસપરિવાર અને ત્યારે નિવૃત પોલીસકર્મી ASI મુકુંદરાય જોશી પોલીસકર્મીઓ અને અધિકારીઓને ફરજ દરમિયાન પડતી તકલીફો અને મુસબીતોના મર્મ સ્પષ્ટ કરતું પુસ્તક પણ લખી રહ્યા છે સાથે જ આ પુસ્તક પોલીસકર્મીઓ -અધિકારીઓને પડતી હાલાકી ને લોકો સુધી પહોંચાડશે અને પોલીસ અને તેની કામગીરીનું મહત્વની સમજણ આપશે જે પોલીસ અધિકરીઓ અને પરિવાર માટે અતિ મહત્વનું સાબિત થશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી.
રિપોર્ટ: જયેશ બોખાણી
👇🏼
YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.
👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured
☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777
લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:
ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947