રાજ્ય સરકારે ચૂલે રાંધતી માતા-બહેનોના આંસુ લૂછવાનું ભગીરથ કાર્ય કર્યું છે : કેબિનેટ મંત્રી શ્રી પટેલ

રાજ્ય સરકારે ચૂલે રાંધતી માતા-બહેનોના આંસુ લૂછવાનું ભગીરથ કાર્ય કર્યું છે : કેબિનેટ મંત્રી શ્રી પટેલ
Spread the love

*રાજ્ય સરકારે ચૂલે રાંધતી માતા-બહેનોના આંસુ લૂછવાનું ભગીરથ કાર્ય કર્યું છે : કેબિનેટ મંત્રી શ્રી પટેલ*

*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે અમરેલી ખાતે કેબિનેટ મંત્રીશ્રી પટેલની અધ્યક્ષતામાં ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ યોજાયો*

અમરેલી તા. ૧૭ સપ્ટેમ્બર, આજે અમરેલીના દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિતે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, અન્ન – નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા જેવા વિવિધ વિભાગોના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ યોજાયો હતો.

પ્રાસંગિક ઉદ્દબોધન આપતા મંત્રીશ્રી પટેલએ જણાવ્યું હતું કે અગાઉ આપણી માતા બહેનોને ચુલાના ધુમાડાથી આરોગ્ય ઉપર માઠી અસર થતા તેઓને આ સમસ્યામાંથી ઉગારી લેવા ઉજ્જવલા યોજના શરૂ કરી આંસુ લૂછવાનું ભગીરથ કાર્ય રાજ્ય સરકારે કર્યું છે. આજે ઉજ્જ્વલા યોજના ૨.૦ બીજા ફેઝની શરૂઆત થતા જિલ્લાની વધુમાં વધુ બહેનોને આ યોજનામાં આવરી લઇ તેઓના સ્વાસ્થ્યની કાળજી લેવામાં આવશે.

વડાપ્રધાનશ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રત્યેક દેશવાસીઓ અને ખાસ કરીને છેવાડાના ગરીબ માનવીની ચિંતા કરી લોકોના હિતમાં અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવી છે. જેનાથી શહેરોથી લઇ અંતરીયાળ ગામડામાં રહેતા લોકોના જીવનધોરણમાં નોંધપાત્ર પ્રગતિ થઇ છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી બાળકોને હુકમોનું અને પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના ૨.૦ ના લાભાર્થીઓને ગેસના ચૂલા, રેગ્યુલેટર, પાઇપ સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના અમદાવાદ ખાતેના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉજ્જવલા ૨.૦ ફિલ્મ અને એસબીએમની ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ સુશ્રી મનીષાબેન રામાણી, જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ, પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ, મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી બાળકો અને ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

 

રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
સૈરાષ્ટ્ર બ્યુરોચીફ

👇🏼

YouTube ચેનલના માધ્યમથી ભદ્ર સમાજમાં બનતી તમામ ઘટનાઓ, પ્રસંગોને સૌથી પહેલાં આપના સુધી પહોંચાડવા માંગીએ છીએ. જેથી કોઈપણ સમાચાર તાત્કાલિક અસરથી આપ જાણી શકો તે માટે આજે જ ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક અખબારની YouTube ચેનલને નીચે આપેલી લીંક દ્વારા SUBSCRIBE 👆🏽 અને Like 👍🏽 અને 🔔 બેલ આઈકોનમાં જઈને All કરવા અનુરોધ છે.

👇🏼
https://www.youtube.com/channel/UCwyrALFi5uFObB_lYbPQhRg/featured

☎️ 📡
લોકાર્પણ YouTube ચેનલમાં જોડાવા
તથા એજન્સી માટે આજે જ સંપર્ક કરો:
ભરતસિંહ રાઠોડ (મો) +91 95744 73777

લોકાર્પણ YouTube ચેનલમાં આપના
સમાચાર-વિડીયો મોકલવા માટે સંપર્ક કરો:

ચિંતનકુમાર શાહ (મો) +91 84011 11947

IMG-20210917-WA0030-1.jpg IMG-20210917-WA0032-2.jpg IMG-20210917-WA0029-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!