જીસીએસ હોસ્પિટલ દ્વારા હૃદયરોગની તપાસ માટે નિઃશુલ્ક કેમ્પ

છેલ્લા દાયકામાં હૃદય સંબંધીત રોગો ભારત તથા સંપૂર્ણ વિશ્વમાં મૃત્યુના કારણોમાં સૌથી અગ્રેસર છે. હૃદયરોગ થવાના મુખ્ય કારણોમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર, ધુમ્રપાન અને અને કોલેસ્ટ્રોલનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત મેદસ્વીતા, બેઠાડુ જીવન, વારસાગત અને ખોરાક સંબંધીત પરિબળો પણ હૃદયરોગ માટે જોખમી ગણવામાં આવે છે. આ પરિબળો પૈકી ઘણા પરિબળોને સમયસર ઓળખી તેને નિયંત્રિત કરવાથી હૃદયરોગથી બચી શકાય છે. હાર્ટ એટેક અને અન્ય હ્રદયરોગ નાની ઉંમરના વ્યક્તિઓમાં સ્વાસ્થ્યની ચિંતાના વિષય બની ગયા છે. 20 થી લઈને 40 ની ઉંમર સુધી રાખેલી હૃદયની સંભાળ તમને અત્યારથી લઈને વૃદ્ધાવસ્થા સુધી સ્વસ્થ રહેવામાં મદદ કરે છે.
વિશ્વ્ હૃદય દિવસ – 29 સપ્ટેમ્બરની ઉજવણીના ભાગરૂપે, હૃદયરોગોનું સમયસર નિદાન થાય તેમજ દર્દીઓને વહેલી તપાસ અને સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 20 સપ્ટેમ્બર થી 05 ઓક્ટોબર સુધી મફત કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં નિષ્ણાંત હૃદયના ડોક્ટર દ્વારા નિઃશુલ્ક કન્સલ્ટેશનનો લાભ મળશે તથા ઇ.સી.જી, સુગર, પેશાબ, ક્રિએટિનિન તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. તેમજ એન્જીયોગ્રાફી પણ રાહત દરે કરી આપવામાં આવશે.
જીસીએસ હોસ્પિટલમાં હૃદય રોગની તપાસ, સારવાર, ઓપરેશન માટે નિષ્ણાત હૃદયના ડોક્ટર ડો. જીત બ્રહ્મભટ્ટ, ડો. રૂપેશ સિંઘલ અને ડો. ઝીશાન મનસુરી તેમજ કાર્ડીઓથોરાસિક સર્જન ડો. સુરેશ ભાગ્ય અને ડો. અલ્પેશ પટેલ ની ટીમ કાર્યરત છે. અત્યાધુનિક કેથલેબ અને કાર્ડીઓથોરાસિક ઓપરેશન થિયેટરથી સુસજ્જ કાર્ડિયાક વિભાગમાં આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને નિઃશુલ્ક સારવારનો લાભ મળશે. જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.