દ્વારકા માં ભારે વરસાદ થી રહેણાંક મકાનનો ત્રીજો માળ ધરાશાયી

દ્વારકા માં ભારે વરસાદ થી રહેણાંક મકાનનો ત્રીજો માળ ધરાશાયી
દ્વારકા : યાત્રાધામ દ્વારકામાં બે દિવસથી વરસતા વરસાદને લીધે શાકમાર્કેટ ચોક પાસે જુની બેંક ઓફ બરોડાની પાછળ જુના બાંધકામ વારા મકાનનો ત્રીજો માળ અચાનક જ ધરાશાયી થઈ ગયો હતો સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.પરંતુ ત્યાં રહેતા ૬૦ વર્ષ ઉંમરની મહિલા કમુબેન રજનીકાંત દવે (ગુગળી બ્રાહ્મણ) તથા આને અન્ય એક વ્યક્તિ ફસાયા હતા જેને દ્વારકા નગરપાલિકાની ફાયર ટીમની ભારે જહેમતથી બહાર કાઢવામાં આવ્યા. વૃધ્ધ મહિલા ગભરાઈ જવાને કારણે બ્લડપ્રેશર વધી જતાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા દ્વારકા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા
રીપોર્ટ : રાકેશ સામાણી