વડિયા ના હનુમાન ખીજડીયા ગામે ધાર્મિક કાર્યક્રમ સાથે પંડિત દીનદયાલજી ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ

વડિયા ના હનુમાન ખીજડીયા ગામે ધાર્મિક કાર્યક્રમ સાથે પંડિત દીનદયાલજી ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ
ધર્મ ભૂષણ સંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ,સાંસદ નારણ કાછડીયા, જિલ્લા પ્રભારી ધર્મેન્દ્રસિંહ જાડેજા,જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા સહીત ના હોદેદારો ઉપસ્થિત રહ્યા
વડિયા
સમગ્ર દેશ માં પંડિત દિન દયાલ ઉપાધ્યાયજી ની જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વવારા અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા એવા વડિયા ના છેવાડા ના ગામ હનુમાન ખીજડીયા ગામે એક ધાર્મિક કાર્યક્રમ એવા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નુ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તે કાર્યક્રમ માં લોકો ભાગવત કથા નુ રસપાન કરે છે ત્યારે સમગ્ર દેશ પંડિતજી ની જન્મજયંતિ ઉજવતો હોય ત્યારે અમરેલી જિલ્લા માં પણ ધર્મભૂષણ સંત શ્રી રાજેન્દ્રદાસ બાપુની ઉપસ્થિતિ માં અમરેલી જીલ્લા ના પ્રભારી ધર્મેન્દ્રસિંહ જાડેજા, અમરેલી સાંસદ નારણભાઇ કાછડીયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, અમરેલી જિલ્લા સંગઠન પ્રભારી સુરેશ ગોધાણી, અશોક કંકાની,જિલ્લા પંચાયત ના પ્રમુખ પતિ જલ્પેશ મોવલિયા, કુંકાવાવ તાલુકા પંચાયત na પ્રમુખ પતિ વસંત સોરઠીયા, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક, તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ જયસુખ ભુવા, તાલુકા ભાજપ મહામન્ત્રી શૈલેષ ઠુંમ્મર, છગન ઢોલરીયા, અશ્વિન મહેતા સહીત હનુમાન ખીજડીયા ગામના લોકો એ પંડિત દીનદયાલ જી ના ફોટા ને હારતોરા કરી પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ તકે વ્યાસપીઠ પરથી પંડિતજી ના જીવન ચરિત્ર પર ટૂંકી રજુવાત કરતા એ પ્રસંગ ને લોકો એ તાળીયો થી વધાવ્યો હતો.