સુરતમાં તાપી જિલ્લાનાં ફોરેસ્ટ વિભાગનું નવું અભિયાન ‘ફી ઘ ટ્રી’

સુરતમાં તાપી જિલ્લાનાં ફોરેસ્ટ વિભાગનું નવું અભિયાન ‘ફી ઘ ટ્રી’
Spread the love

ત્યારે તાપી જિલ્લાના ફોરેસ્ટ વિભાગ દ્વારા એક નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આ અભિયાન છે Free The Tree. વૃક્ષોમાં પણ જીવ હોય છે તે સમજ કેળવવા આઅભિયાન ખાસ શરૂ કરવામાં આવ્યું છે.આવનારી પેઢી પણ વૃક્ષોનું મહત્વ સમજે તે હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
તાપી જિલ્લા ના ઉનાઈ રેન્જ ના ફોરેસ્ટ વિભાગ દ્વારા હાલ એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત ઉનાઈ રેન્જમાં આવેલા વિવિધ વૃક્ષો ઉપર બિનજરૂરી જાહેરાતના બેનરો અને ઝાડ ઉપર બેનર લગાવવા માટે ના ખીલા પણ કાઢવામાં આવ્યા હતા.હાલ ઉનાઈ અને પદમડુંગરી ના આજુબાજુનાં100કિલોમીટર નાં વિસ્તારમાં માં વૃક્ષો પરથી આ પ્રકાર ની જાહેરાત અને બેનર કાઢવામાં આવ્યા છે.તાપી જિલ્લા માં જંગલ વિભાગ દ્વારા ફ્રી ધ ટ્રી નામક વૃક્ષો માટે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. લોકો પર્યાવરણ ની નજીક જાય અને વૃક્ષો નું જતન કરે તે હેતુસર આ મુહિમ શરૂ કરવામાં આવી છે.આ અંગે ઉનાઈ રેન્જ ના આરએફઓ રુચિ દવે કહે છે કે આ મુહિમ માં 90 ટકા જંગલ ખાતાનો સ્ટાફ છે.જ્યારે બાકીના સ્વયંસેવકો.આ તમામ લોકોએ મળીને ઉનાઈ રેન્જ ના આજુબાજુના 100 કીમી ના વિસ્તારોમાં રોડ પર અને અંદર ના વૃક્ષો પરજેજાહેરાત ના બેનરો લાગ્યા છે તે કાઢી નાખ્યા છે.અને આ કામગીરી અન્ય વિસ્તારો માં પણ કરવામાં આવશે.જેનાથી વૃક્ષો નું જતન થઈ શકે.આ સાથે જ અમે લોકોને રૂબરૂ જઇને પણ સમજાવીએ છીએ. ઉનાઈ રેન્જમાં આવેલ પદમ ડુંગરી ઈકો ટુરિઝમ ને સંપૂર્ણપણે પ્લાસ્ટિક ફ્રી ઝોન હાલ બનાવવામાં આવ્યો છે.ત્યાં આવતા પ્રવાસીઓ ને પ્લાસ્ટિક ની કોઈપણ વસ્તુ અંદર લઈ જવા પર મનાઈ કરવામાં આવી છે.અને આ તમામ કામગીરી થી લોકો વધુ ને વધુ પર્યાવરણ નું મહત્વ સમજે તે હેતુ છે.

રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત

IMG_20210925_223847.jpg

Admin

Sunil Ganjawala

9909969099
Right Click Disabled!