જૂનાગઢ – અમરેલી બસ ને વાયા કુંકાવાવ કરવા કુંકાવાવ વેપારી મંડળ ની માંગણી

જૂનાગઢ – અમરેલી બસ ને વાયા કુંકાવાવ કરવા કુંકાવાવ વેપારી મંડળ ની માંગણી
જો આ રૂટ બગસરા થી વાયા કુંકાવાવ કરવામાં આવે તો દસ થી વધુ ગામના લોકો ને ફાયદો થઇ શકે
વડિયા
અમરેલી જિલ્લા ના કુંકાવાવ ખાતે સાંજ ના સાત વાગ્યાં બાદ બગસરા થી આવવા કે જવા માટે કોઈ વાહન વ્યવહાર ની સુવિધા ના હોવાથી લોકો ને હાલાકી પડે છે. આ બાબત ની રજુવાત કુંકાવાવ વેપારી મંડળ ને મળતા જૂનાગઢ થી અમરેલી રૂટ ની મીની બસ જે જૂનાગઢ થી રાત્રે 8:30કલાકે ઉપડે છે જે 10:30કલાકે બગસરા મુકામે પહોંચે છે અને ત્યાર બાદ અમરેલી જાય છે આ રૂટ ને બગસરા થી વાયા કુંકાવાવ કરવામાં આવે તો સાંજ ના સમયે બગસરા થી કુંકાવાવ અને અમરેલી જવા માટે હડાળા, વાઘાણીયા, અમરાપુર, આંકડિયા સહીત દસ થી પણ વધુ ગામના લોકો ને ફાયદો થઇ શકે તેમ છે. ઉપરાંત રાત્રી ની એક પરિવહન ની સુવિધા પણ વધી શકે એમ છે તો આ બાબતે આ જૂનાગઢ – અમરેલી રૂટ ની રાત્રી ની આ બસ ને વાયા કુંકાવાવ કરવા કુંકાવાવ વેપારી મંડળ દ્વવારા અમરેલી ડેપો મેનેજર અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી ને રજુવાત કરવામાં આવી છે.