વડિયા ના હનુમાન ખીજડીયા ગામે ભાગવત કથા નુ રસપાન કરતા વિપક્ષી નેતા પરેશ ધાનાણી

વડિયા ના હનુમાન ખીજડીયા ગામે ભાગવત કથા નુ રસપાન કરતા વિપક્ષી નેતા પરેશ ધાનાણી
કોરોના કાળ માં પરેશ ધાનાણી અને સત્યમ માકાણી ને સેવા ને સન્માન કરી બિરદાવવામાં આવી
વડિયા
અમરેલી જિલ્લા ના છેવાડા ના ગામ એવા હનુમાન ખીજડીયા માં ભુવા પરિવાર દ્વવારા ધર્મ ભૂષણ સંત શ્રી રાજેન્દ્રદાસ બાપુની નિશ્રા માં ભાગવત સપ્તાહ નુ આયોજન કરવામાં આવ્યું છે. આ વિસ્તાર ના અનેક શ્રોતાઓ તે કથા નુ રાસપાન કરી ધન્યતા અનુભવે છે ત્યારે ભુવા પરિવાર ના આમન્ત્રણ ને માન આપી અમરેલી વિધાનસભા મત વિસ્તાર ના ધારાસભ્ય અને વર્તમાન સરકાર ના વિપક્ષી નેતા પરેશ ધાનાણી એ હાજરી આપી ને કથાનું રસપાન કર્યું હતુ. આ તકે હનુમાન ખીજડીયા ગામે ભુવા વાડી માં કોરોના કાળમાં કોવીડ કેર સેન્ટર માં ઓક્સિજન અને સેવાકીય પ્રવુતિ બદલ વિપક્ષી નેતા ધાનાણી ને યજમાન પિયુષભાઈ ભુવા, અમિતભાઈ ભુવા, હરેશભાઈ ભુવા, જીગ્નેશભાઈ ભુવા અને વજુભાઇ ભુવા દ્રારાસન્માનિત કરવામાં આવ્યા હતા.આ કથામાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી સાથે તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજી પાનસુરીયા,પુર્વ આરોગ્ય સમિતિ ચેરમેન ધર્મેન્દ્ર પાનસુરીયા, સ્થાનિક સરપંચ સત્યમ મકાણી,ઉપ સરપંચ અમરૂ ગળ,દિલીપ પટેલ, હાર્દિક સોજીત્રા સહીત ના કોંગ્રેસ અગ્રણી તેમજ કોંગ્રેસ પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યાહતા અને કથાનું રસપાન કર્યું હતુ.