માણાવદર- બાટવા તાલુકામાંથી ખરીદાયેલી મગફળીના બાકી ચૂકવણું કરવા તાલુકા કોંગ્રેસની સરકારમાં રજૂઆત

માણાવદર- બાટવા તાલુકામાંથી ખરીદાયેલી મગફળીના બાકી ચૂકવણું કરવા તાલુકા કોંગ્રેસની સરકારમાં રજૂઆત
માણાવદર તાલુકાના લોકોના પ્રશ્નો ઉઠાવવામાં જે હંમેશા અગ્રેસર રહ્યા છે તેવા માણાવદર તાલુકાના કોંગી અગ્રણી અને ખેડૂત હિતચ્છું અરવિંદભાઈ લાડાણી છાશવારે પ્રજાના પડતર પ્રશ્નોનો પડઘો બની રહ્યા છે.અન્ય રાજકીય આગેવાનો જ્યારે લોક પ્રશ્નને ચુપ બેઠા હોય ત્યારે આ સરળ – નિખાલસ અને સાદગીને વરેલ માણસે હંમેશા પોતાનો સ્વાર્થ જોયા વગર લોકોના પ્રશ્નોને પોતાના અવાજ દ્વારા વાચા આપી છે.
અરવિંદભાઈ લાડાણીએ કૃષિ મંત્રી તથા ગુજકેટ અને ગુજકોમાસોલ વગેરેને એક પત્ર પાઠવીને જણાવ્યું છે કે ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪-૨૦૧૫ તથા વર્ષ ૨૦૧૬-૨૦૧૭ માં સરકારે ખેડૂતો પાસેથી જે મગફળીની ખરીદી કરી છે તેમાં એજન્સી તરીકે માણાવદર – બાટવા તાલુકા ખરીદ વેચાણ સંઘે કામ કરેલ હતું આજે આઠ વર્ષ પછી પણ ગુજકોમાસોલ પાસે સંઘના કમિશન પેઠે રૂપિયા એક લાખ ૫૬ હજાર ૬૭૯ રૂપિયા બાકી છે જે હજુ સુધી ચૂકવાયેલ નથી. આ ઉપરાંત સને.૨૦૧૬-૧૭ મા ગુજકેટ દ્વારા ખરીદાયેલ મગફળી કામમાં પણ માણાવદર બાટવા તાલુકા ખરીદ વેચાણ સંઘની ભૂમિકા હતી તેનું બાકી પેમેન્ટ રુપીયા ૭,૭૬,૪૯૭ હજુ સુધી સંઘને ચૂકવેલ નથી આ પછીના વર્ષની મગફળી ખરીદાયેલ છે તેમાં જે તે એજન્સીઓને પુરા પેમેન્ટ મળી ગયેલ છે.ફક્ત માણાવદર- બાટવા તાલુકા ખરીદ વેચાણ સંઘને સરકારે ચુકવણું કરેલ નથી.ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવા લાડાણીએ માંગણી કરી છે અને તાકીદેથી બાકી રકમ સંઘને મળે તેવા પ્રબંધો કરવા કૃષિ મંત્રી તેમજ ગુજકેટ, ગુજકોમાસોલ લિમિટેડને રજૂઆતો કરેલ છે
રિપોર્ટ : જીગ્નેશ પટેલ માણાવદર