લીલીયા તાલુકાના ભાજપ આગેવાન નીતિનભાઈ ત્રિવેદીની ઘર વાપસી

લીલીયા તાલુકાના ભાજપ આગેવાન નીતિનભાઈ ત્રિવેદીની ઘર વાપસી કરાવતા અમિતભાઇ ચાવડા અને પરેશભાઈ ધાનાણી
લીલીયા તાલુકાના પૂર્વ કૉંગ્રેસ પ્રમુખ 10 વર્ષ પહેલાં ભાજપમાં જોડાયા હતા જેથી તેમની સાથે ભાજપ દ્વારા હરહંમેશ અન્યાય થઈ રહ્યો હતો જેથી આજ રોજ ગાંધીનગર ખાતે વિધાનસભામાં માન. પરેશભાઈ ધાનાણી વિરોધપક્ષ ની ઓફિસ ખાતે કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા, વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, વિરજીભાઈ ઠુમર ધારાસભ્ય લાઠી, ધારાસભ્ય વિક્રમભાઈ માંડમ,ધારાસભ્ય પ્રતાપ દુધાત, ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ, હર્ષદભાઈ રીબડીયા અને અન્ય કૉંગ્રેસના નેતાની હાજરીમાં નીતિનભાઈ ત્રિવેદીએ કૉંગ્રેસનો ખેસ પહેર્યો હતો અને આવનાર સમયમાં લીલીયા તાલુકામાં વધુ કૉંગ્રેસ મજબૂત કરવા માટે નીતિનભાઈ પ્રતિજ્ઞા લીધી હતી અને નીતિનભાઈ ત્રિવેદી મામલતદાર કચેરી લીલીયા સામે તેમને બાબા રામદેવ ની દુકાન આવી છે પણ તે હંમેશ ત્યાં જાવ ત્યારે ગરીબ માણસો માટે ફ્રીમાં યોજના ફોર્મ અરજદાર ને ખબર પડતી ના હોય તો તેમને યોજનાથી માહિતગાર કરે છે અને જે તે યોજના ના ફોર્મ અને અરજદાર સાથે ઓફિસે જઈ યોજનાનો લાભ અપાવે છે જેથી ખૂબ જ વર્કર નીતિનભાઈ ત્રિવેદીએ ઘર વાપસી કરતા લીલીયા કૉંગ્રેસમાં ખુશી માહોલ છે આ પોગ્રામમાં લીલીયા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ ખોડભાઈ માળવીયા, લીલીયા તાલુકા પ્રમુખ બહાદુરભાઈ બેરા, દકુભાઈ બુટાણી, પૂર્વ તાલુકા પ્રમુખ જીવરાજભાઈ પરમાર, પૂર્વ ઉપ પ્રમુખ ચોથાભાઈ કસોટીયા અને ભાવિન ગોસાઈની હાજરીમાં નીતિનભાઈ ત્રિવેદીએ કૉંગ્રેસ પરિવાર ની ઘર વાપસી કરી હતી.
રિપોર્ટ : ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા