ગીર-સોમનાથ જિલ્લાની મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મહિલા રોકડ પુરસ્કાર અપાશે

ગીર-સોમનાથ જિલ્લાની મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મહિલા રોકડ પુરસ્કાર અપાશે
Spread the love

ગીર-સોમનાથ જિલ્લાની મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મહિલા રોકડ પુરસ્કાર અપાશે

મહીલા ખેલાડીઓ ૧૫/૧૦/૨૦૨૧ સુધીમાં અરજી કરી શકશે

ગીર-સોમનાથ : સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૧-૨૨ માં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય તેમજ ખેલમહાકુંભ સ્પર્ધાઓ અંડર-૧૪, અંડર-૧૭ તથા અંડર-૧૯ અને સ્કુલ ગેઈમ્સફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રાજ્યમાં ભાગ લીધેલ મહિલા ખેલાડીઓને કોઈ પણ એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના” માટેનું ફોર્મ સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા સેવાસદન, રૂમનં. ૩૧૫/૩૧૬, બીજો માળ. ઇણાજ ખાતેથી મેળવી સંપૂર્ણ વિગત ભરીને તારીખ.૧૫/૧૦/૨૦૨૧ સુધીમાં અરજી ફોર્મ પરત જમા કરાવવાનું રહેશે. ઉપરાંત વર્ષ ૨૦૧૯-૨૦ તથા વર્ષ ૨૦૨૦-૨૧માં મહિલા રોકડ પુરસ્કાર યોજનાથી વંચિત રહી ગયેલ મહિલા ખેલાડીઓ પણ ચાલુ વર્ષમાં પુરસ્કાર માટે અરજી કરી શકશે. વધુ માહિતી માટે ખેલાડીઓ ફૉન નંબર-.૯૪૨૯૦૦૦૦૪૦ પર સંપર્ક કરી શકે છે. તેમ સિનિયર કોચ શ્રી કાનજી ભાલીયા જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્રની યાદીમાં જણાવાયુ છે.

 

 

રિપોર્ટ : પરાગ સંગતાણી

ગીર સોમનાથ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!