રાષ્ટ્રપતિ આદરણીય શ્રી રામનાથ કોવિંદજી નો તા. ૧ ઑક્ટોબરના રોજ ૭૭ માં જન્મ દિવસ નિમિતે રક્તદાન કેમ્પ નું આયોજન

રાષ્ટ્રપતિ આદરણીય શ્રી રામનાથ કોવિંદજી નો તા. ૧ ઑક્ટોબરના રોજ ૭૭ માં જન્મ દિવસ નિમિતે રક્તદાન કેમ્પ નું આયોજન
Spread the love

*સમગ્ર ભારત દેશના રાષ્ટ્રપતિ આદરણીય શ્રી રામનાથ કોવિંદજી નો તા. ૧ ઑક્ટોબરના રોજ ૭૭ મા જન્મદિવસ નિમિત્તે વિંછીયા તાલુકાના કંધેવાળીયા મુકામે “પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી અને કંધેવાળીયા ગામ સમસ્ત રક્તદાન શિબિરનું ભવ્ય અને દિવ્ય આયોજન.*

ખીલેલા ફૂલોની માફ અથાક સંઘર્ષ કરી શિક્ષણના માધ્યમથી રામનાથજી ”મહામાનવ” બન્યા. રામનાથજીનું નામ કોઈની નજરમાં ચડ્યું નહોતું તેનું કારણ તેમની સાદગી, નિખાલસતા,નમ્રતા અને બેદાગ છબી જ છે. માયાળુ અને સૌમ્ય એવા રામનાથજી રાજકારણમાં ખરા… પણ રાજકીય ખટપટોથી હંમેશા દૂર જ રહ્યા છે. રામનાથજીને પદ, પ્રસિદ્ધિ કે પૈસાનો એવો કોઈ મોહ નથી કે જેને માટે રાજકીય ખટપટો કરવી પડે. તેમને ક્યારેય રાજકીય પદ મેળવવા કદી પણ રાજકીય લોબિંગ કર્યું નથી. સમાજ અને સરકાર વચ્ચે સંકલન સાધવામાં માહેર એવા રામનાથજી કોઈપણ પ્રકારની જૂથબંધીમાં માનતા નથી.

હકીકત એ છે કે માનવ-સમાજ માટે સેવા અને શિક્ષણના કાર્યોમાં પોતાના ખિસ્સામાંથી યોગદાન આપ્યું છે. રામનાથજી જે આધ્યાત્મિક અને બંધારણીય જ્ઞાનનો ઉપયોગ ગરીબો પ્રત્યેના કર્તવ્યપરાયણતા માટે કર્યો. જેનાથી તેઓ સમસ્ત માનવ સમુદાયમાં લોકપ્રિય બન્યા. રામનાથજીના નિત્યક્રમ મુજબ તેઓ દરરોજ સવારે આધ્યાત્મિક સાધનામાં પ્રવૃત્ત રહે છે. વર્ષ ૨૦૧૬ દરમિયાન કૈલાશ માનસરોવરની યાત્રા કરી હતી. રાજ્યસભામાં હમેશા સમાજના ગરીબ અને કામદાર વર્ગની ખેવના કરી છે. ટૂંકમાં રામનાથજી ની સામાજિક શૈક્ષણિક રાજકીય કારકિર્દી લોકોને માર્ગદર્શન પુરું પાડનારી ખુબ જ બહેતરીન છે. તેઓ લો પ્રોફાઇલ રહેનાર પણ હાઈ પ્રોફાઈલ રામનાથજી ક્યારેય પણ કોઈ પણ પ્રકારના વાદવિવાદમાં માનતા નથી. માન અને સન્માનની વાત કરીએ તો રામનાથ કોવિંદજીનો જન્મ કોળી કુળમાં થયો છે તેઓ ઓછુ બોલીને વધારે સામાજિક સેવા કરે છે. ખૂબ જ ઓછા બોલા રામનાથજીના મુખે બોલાતા જાણીતા શબ્દો એ છે કે દરેક મનુષ્યે પોતાની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ કામ કરવું જોઈએ. રામનાથજીના વ્યક્તિત્વ વિચારો સ્વભાવ અને ચારિત્ર્યનો જે પરિચય મળે છે તે બતાવે છે કે તેઓ ભારતના પ્રથમ નાગરિક તરીકેની તમામ યોગ્યતા ધરાવે છે. માનવીને સાચા અર્થમાં માનવ બનાવવાની તાકાત તેનામાં હશે તે શિક્ષણ મેળવવાનો મૂળભૂત હક સ્વતંત્ર ભારતના દરેક નાગરિકને પ્રાપ્ત થયો છે. આવી સારી વાત કહેનાર અને જીવનમાં સાર્થક કરનાર રાષ્ટ્રના નાથ રામનાથ કોવિંદજીનો જન્મ ઉત્તર પ્રદેશ રાજ્યના કાનપુર જિલ્લાના
પર્રોખ઼ ગામમાં સામાન્ય પરિવારમાં થયો હતો. પરોખ ગામમાં “મૈકુલાલ” કોળી રહેતા હતા. મૈકુલાલ કોળી સવાર-સાંજ પથરી માતાની પૂજા કરતા હતા અને વ્યવસાયે ખેતી કામ કરતા હતા તે સમયે ખેતી કામની સાધારણ આવક થી કુટુંબનું ભરણપોષણ કરવું મુશ્કેલ હતું. ભરણપોષણ માટે વધારાની આવક કરવા મૈકુલાલે પોતાના કાચા ઘરમાંજ કપડાંની એક નાની દુકાન કરી હતી. મૈકુલાલ સારા એવા વૈદ પણ હતા. ખેતીકામ – વૈદ અને કપડાની દુકાન ચલાવનાર મૈકુલાલ એટલે કોળી મુખીયા હતા તેમના ધર્મ પત્ની કલાવતી દેવી આ બધા કામમાં સારો એવો સહકાર આપતા હતા. કામમાંથી સમય મળે ત્યારે મૈકુલાલ અને કલાવતી દેવી ગ્રામજનો સાથે રામ ભજન કરતા હતા. ભજન ભક્તિ અને આરાધના કામના સાંસારિક જીવનમાં મૈકુલાલ અને કલા દેવીને સાત સંતાનો થયા હતા. જેમાં પાંચ દીકરાઓના નામ૧.મોહનલાલ ૨.શીવબાલક ૩.રામ સ્વરૂપ ૪.પ્યારેલાલ ૫.રામનાથજી તથા બે દીકરીઓ પૈકી એક ગોમતી દેવી ને બીજા પાર્વતી દેવી છે. આ સાત સંતાનોના સૌથી નાના સંતાન રામનાથ કોળીનો જન્મ તા.૧-૧૦- ૧૯૪૫ ના રોજ થયો હતો. રામનાથ કોવિંદજી વકીલાતનો વ્યવસાય કરતા હતા. બાદમાં કેન્દ્ર સરકારે બિહારના રાજ્યપાલ તરીકે નિમણુંક કરી હતી. પોતાની સૂઝબૂઝ અને આવડતને કારણે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રપતિના ઉમેદવાર ઘોષિત કર્યા. તા:- ૨૫ જુલાઈ ૨૦૧૭ ના દિવસે સંસદના સેન્ટ્રલ હોલ ખાતે આયોજિત સમારંભમાં રામનાથજીએ ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા. મુખ્ય ન્યાયાધીશ શ્રી જે.એસ ખેહરે રામનાથજીને ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. રામનાથજીના શપથ બાદ તેમને ૨૧ તોપોની સલામી આપવામાં આવી હતી.

ઉતરપ્રદેશના પરોખ ગામમાં સાધારણ ઓરડામાં જન્મીને મોટા થયેલા રામનાથજીને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે એક દિવસ પરોખ ગામ જેટલા મોટા રાષ્ટ્રપતિભવનમાં ૩૦૦ થી પણ વધારે ઓરડામાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. માત્રને માત્ર શિક્ષણના માધ્યમથીજ જેમાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે રાષ્ટ્રપતિ ભવનની થોડી માહિતી જોઈએ તો રાષ્ટ્રપતિ ભવન તેની ભવ્યતા માટે જગતભરમાં જાણીતું છે, સંસ્કાર લક્ષી શિક્ષણ મેળવવા અથાગ મહેનત મજૂરી કરી આ વૈભવી ભવન સુધી પહોંચેલા કોવિંદજીએ ભારતના પ્રથમ નાગરિક તરીકે પોતાનું પહેલું ભાષણ આપતા કહ્યું હતું કે મને જે પદ મળ્યું છે તે પદ પર રહીને હું દેશના લોકતંત્રની મહાનતા જાળવીશ. આ પદ પર રહીને આપણા દેશના સંવિધાન ની રક્ષા કરવી અને સંવિધાન ની મર્યાદા જાળવી એ મારું પહેલું પરમ કર્તવ્ય હશે. હું આ કર્તવ્ય નિભાવીશ આશા રાખીએ કે રાષ્ટ્રના નાથ – રામનાથજી તેમનો પરમ કર્તવ્ય નિભાવી સૌનુ ભલુ કરે…

આદરણીયશ્રી રામનાથ કોવિંદજી ( રાષ્ટ્રપતિ અને પૂર્વ અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ) ના જન્મદિન નિમિત્તે ભવ્ય – ભારત અને દિવ્ય- ભારતનું નિર્માણ થાય તેવી પ્રાર્થના સાથે રામનાથ કોવિદજીને ખુબ ખુબ શુભેચ્છાઓ સહ અભિનંદન…

સંકલન… વિનોદભાઈ વાલાણી પ્રમુખ પાંચાળ વિકાસ બોર્ડ

રીપોર્ટ પિયુષ વાજા જસદણ

IMG-20210927-WA0061.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!