ધાડપાડુ ગેંગના સાત સભ્યોને પકડી પાડી મુદામાલ કબજે કરતી રાજકોટ ગ્રામ્ય પોલીસ

આટકોટ ગામે થયેલ ધાડ સાથે ખુનના વણશોધાયેલ બનાવને શોધી કાઢી ધાડપાડુ ગેંગના સાત સભ્યોને પકડી પાડી મુદામાલ કબજે કરતી રાજકોટ ગ્રામ્ય પોલીસ બનાવની ટૂંક વિગત ગઇ તા . ૦૭/૦૯/૨૦૨૧ ના કલાક ૨/૩૦ વાગ્યાથી તા . – ૦૮ ૦૯ / ૨૦૨૧ ના કલાક -૦૬ ૦૦ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે આટકોટ ગામે , ખારચીયા ( જામ ) ગામ તરફ જતા જુના રસ્ત , હનુમાનજી દાદાના મંદીર પાછળ રહેતા લાલજીભાઇ બાલાભાઇ ખોખરીયા રહે- આટકોટ તા . જસદણ વાળા વાડીના રહેણાંક મકાને એકલા રહેતા હોય , જે વાડીના રહેણાંક મકાને કોઇ અજાણ્યા ઇસમોએ ગુન્હાહિત અપપ્રવેશ કરી , કોઇ પણ કારણોસર મરણજનાર લાલજીભાઇ બાલાભાઇ ખોખરીયા તીક્ષ્ણ હથીયાર વડે તેમજ બોથડ હથીયાર વડે માથામાં તથા બન્ને હાથમાં માર – મારી , ગંભીર ઇજાઓ કરી , અને મકાનમાં આવેલ બન્ને રૂમ તથા રસોડાનો સર – સામાન વેર – વિખેર કરી રૂમમાં રહેલ કબાટની તિજોરી તોડી તિજોરીમાં રાખેલ સોનાની વીંટી નંગ -૦૩ તથા સોનાની માળા નંગ -૦૧ આશરે એક તોલાની તથા ચાંદીના સાંકળા જોડ નંગ -૨ તથા રોકડા રૂપીયા -૨૦,૦૦૦ / – મળી કુલ રૂપીયા -૭૦,૦૦૦ / – ના મતાની લુંટ કરી , લાલજીભાઇ બાલાભાઇ ખોખરીયા નું મોત નિપજાવવાનો બનાવ બનેલ હતો . જે અન્વયે પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૩૦૯૨૨૧૦૫૯૯/૨૦૨૧ IPC કલમ -૩૦૨,૩૯૨,૩૯૪,૪૪૭,૪૪૯ તથા જી.પીએક્ટ ૧૩૫ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ છે . રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદિપસિંહ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ નાઓએ સદરહુ બનાવની ગંભીરતા ધ્યાને લઇ આ ધાડ સાથે ખુનના વણશોધાયેલ ગુન્હાના મુળ સુધી પહોચવા અને આરોપીઓને શોધી કાઢવા માટે સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ.આર. ગોહીલ ની રાહદારી હેઠળ એલ.સી.બી. પો.સબ.ઈન્સ . શ્રી એસ.જે.રાણા તથા સ્ટાફ , એસ.ઓ.જી.શાખાના પો.ઇન્સ.શ્રી એસ.એમ.જાડેજા તથા એસ.ઓ.જી. શાખાની ટીમ તથા આટકોટ પો.સબ ઇન્સ . શ્રી કે.પી.મેતા સાહેબ તથા આટકોટ પો.સ્ટે.ના સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી આ વણશોધાયેલ ધાડ સાથે ખુનના બનાવને શોધી કાઢવા કામગીરી શરૂ કરવામાં આવી . આ ગુન્હામાં મરણજનારનું મોત તીક્ષ્ણ હથીયાર વડે તેમજ બોથડ હથીયાર વડે માથામાં ઇજા થવાના કરાણે થયેલ હતુ અને ઘરનો સામાન વેરવિખેરા હાલતમાં મળી આવેલ . આવા ગુન્હા આચરનારા એમ.ઓ. વાળા શકમંદો તેમજ આજુબાજુ વાડી વિસ્તાર તેમજ કારખાનામાં કામ કરતા આદિવાસી મજુરોની સંડોવણી હોવાની શક્યાતાઓ આધારે શકમંદોની તપાસ તથા ટેકનીકલ સોર્સીસ દ્વારા જુદી જુદી ટીમોને ભાવનગર જીલ્લા તથા પોરબંદર જીલ્લા તથા અમરેલી જીલ્લા તથા જુનાગઢ જીલ્લામાં તથા બોટાદ જીલ્લામાં મોકલી ગુન્હાના મુળ સુધી પહોચવા સતત સક્રિય રહી તે દરમ્યાન હયુમન સોર્સીસ ખાનગી બાતમીદારો મારફતે સચોટ માહિતી મળેલ કે , આ ગુન્હામાં કાળુ ઉર્ફે મગન સ . / ઓ . નાનબુભાઇ વસુનીયા તથા નુરો ઉર્ફે ભુરો અજયભાઇ ઉર્ફે અજલા માવડા તથા મુનીમ ઉર્ફે મુન્નો કેલસીંગ મંડલોય જાતે ભીલ ( આદીવાસી ) વાળાઓ સંડોવાયેલ છે . અને હાલ તેઓ નુરો ઉર્ફે ભુરો અજયભાઇ ઉર્ફે અજલા માવડા એ ભાગમાં વાવવા રાખેલ જસદણ તાલુકાના વિરનગર ગામની સીમમાં શ્રી હરિ નમકીન કારખાના પાછળ હરેશભાઇ બેચરભાઇ ઢોલરીયાની વાડીમાં ભેગા થયેલ છે તે હકિકત આધારે તેઓ ત્રણેય ને લેટમાં ગયેલ ચાંદીના ધાતુના સાંકળા જોડી -૨ તથા રોકડ રકમ રૂ . ૧૦,૦૦૦ / – તથા એક મોબાઇલ ફોન સાથે પકડી પાડી આટકોટ પો.સ્ટે . વિસ્તારમાં આટકોટ ગામે થયેલ ધાડ સાથે ખુનના વણશોધાયેલ બનાવને શોધી કાઢવામાં આવેલ છે . આ કામના પકડાયેલ ત્રણેય આરોપીઓની પુછપરછ કરી તેની સાથે સંડોવાયેલ અન્ય ચાર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પકડી હસ્તગત કરવામાં આવેલ છે .
ગુન્હાની એમ.ઓ .. આ કામના આરોપીઓ કાળુ ઉર્ફે મગન સ . / ઓ . નાનબુભાઇ વસુનીયા તથા નુરો ઉ ભુરો અજયભાઇ ઉર્ફે અજલા માવડા તથા મુનીમ ઉર્ફે મુન્નો કેલસીંગ મંડલોય વાળાઓ મુખ્ય આરોપીઓ છે . આ કામના આરોપીઓ આ વિસ્તારમાં ખેત મજુરી કામ કરી ગયેલ છે . અને તેઓ આ જગ્યાથી પુરી રીતે વાકેફ થઇ એક બીજાનો સંપર્ક કરી લુંટ કરવા માટે વિરનગર ખાતે ભેગા કરેલ હતા . અને ત્યાર બાદ રાત્રીના સમયે અંધારાનો લાભ લઇ સીમ રસ્તે ચાલી હાથમાં લાકડાના ધોકા તથા દાતરડા જેવા હથીયાર ધારણ કરી મરણજનાર ના મકાને સીમ રસ્તેથી પ્રવેશ કરી તેઓને કોઇ જોઇ ન શકે તે માટે મકાનના બહારના ભાગેના ચાલુ લેમ્પ તોડી નાખી તેમજ ઉતારી નાખી મોડીરાત્રીના સમયે આ મરણજનાર સુઇ જતા આ કામના આરોપીઓ દ્રારા મરણજનારના મકાનમાં ધાડ પાડી મરણજનારને માથાના ભાગે ધોકા તથા દાતરડા જેવા હથીયાર વડે માર મારી મોત નીપજાવી તેમજ તેના મકાનમાં રહેલ ચાંદીના દાગીના તથા રોકડ રકમ ની લુંટ કરી મોત નીપજાવેલ છે , હસ્તગત કરેલ આરોપીઓને ( ૧ ) કાળુ ઉર્ફે મગન સ . / ઓ . નાનબુભાઇ વસુનીયા જાતે ભીલ ( આદીવાસી ) ઉ.વ .૨૮ હાલ રહે.ખાગેશ્રી તા . – ઉપલેટા જી. રાજકોટ મુળ રહે . છોટી સરદી ગામ , ભયડીયા ફળીયા તા . – કઠ્ઠીવાડા થાણું – આંબવા જી.અલીરાજપુર ( મધ્યપ્રદેશ ) ( ૨ ) નુરો ઉર્ફે ભુરો અજયભાઇ ઉર્ફે અજલા માવડા જાતે ભીલ ( આદીવાસી ) ઉ.વ .૩૪ રહે.હાલ વિરનગર ગામની સીમ , હરેશભાઇ બેચરભાઇ ઢોલરીયાની વાડીમાં , શ્રી હરિ નમકીન કારખાના પાછળ તા . – જસદણ જી . – રાજકોટ મુળ રહે. કુતેડી ગામ , જીંગરીયાપુરા ફળીયું , પોસ્ટ – લોંગસરી તા . – કુકશી થાણું – બાગ જી . – ધાર ( મધ્યપ્રદેશ ) ( ૩ ) મુનીમ ઉર્ફે મુન્નો કેલસીંગ મંડલોય જાતે ભીલ ( આદીવાસી ) ઉ.વ .૨૭ રહે.હાલ વિરનગર ગામની સીમ , હરેશભાઇ બેચરભાઇ ઢોલરીયાની વાડી , શ્રી હરિ નમકીન કારખાના પાછળ તા.જસદણ મુળ રહે . – કુતેડી ગામ , જીગરીયાપુરા ફળીયું , પોસ્ટ – લોંગસરી તા . – કુકશી જી . – ધાર થાણું – બાગ પો.સ્ટે . ( મધ્યપ્રદેશ ) કબજે કરેલ મુદામાલ ( ૧ ) ચાંદીની ધાતુના સાંકડા જોડી નંગ -૨ કિ.રૂ. ૫,૦૦૦ / ( ૨ ) રોકડ રૂપીયા- ૧૦૦૦૦ / ( ૩ ) મોબાઇલ ફોન નંગ- ૧ કિ.રૂ. ૧૦૦૦ / કુલ રૂ .૧૬,૦૦૦ / – નો મુદામાલ આ કામગીરી કરનાર ટીમ રાજકોટ ગ્રામ્ય જીલ્લાની એલ.સી.બી. શાખાના પો.ઇન્સ . શ્રી એ.આર. ગાહિલ , પો.સબ.ઈન્સ.શ્રી એસ.જે.રાણા , એ.એસ.આઇ. મહેશભાઇ જાની તથા પો.હેડ.કોન્સ . મહિપાલસિંહ જાડેજા , અનીલભાઇ ગુજરાતી , રવિદેવભાઇ બારડ , શક્તિસિંહ જાડેજા , નીલેશભાઇ ડાંગર , બાલકૃષ્ણ ત્રીવેદી , અમિતસિંહ જાડેજા તથા પો.કોન્સ . રહિમભાઇ દલ , પ્રહલાદસિંહ રાઠોડ , દિવ્યેશભાઇ સુવા , કૌશિકભાઇ જોષી , રૂપકભાઇ બોહરા , પ્રકાશભાઇ પરમાર , ઘનશ્યામસિંહ જાડેજા , પ્રણયકુમાર સાવરીયા , નૈમિષભાઇ મહેતા , મેહુલભાઇ સોનરાજ , ભાવેશભાઇ મકવાણા તથા ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વીરડા , તથા ડ્રા.પો.કોન્સ . નરેન્દ્રભાઇ દવે , સાહિલભાઇ ખોખર , અનિરૂધ્ધસિંહ જાડેજા રાજકોટ ગ્રામ્ય જીલ્લાની એસ ઓ જી . શાખાના પો.ઈન્સ.શ્રી એસ.એમ.જાડેજા , પો.સબ.ઇન્સ . એચ.એમ.રાણા , પો.સબ.ઇન્સ . જી.જે.ઝાલા તથા પો.હેડ.કોન્સ . હિતેશભાઇ અંબારામભાઇ તથા પો.કોન્સ . રણજીતભાઇ મેરામભાઇ આટકોટ પોલીસ સ્ટેશનની ટીમ પો.સબ.ઇન્સ . શ્રી કે.પી.મેતા , પો હેડ કોન્સ . લાલભાઇ મકવાણા , દશરથભાઇ કાકડીયા , રસીકભાઇ મેટારીયા તથા પો . કોન્સ . હિરાભાઇ ખાંભલા , નરેશભાઇ રાઠોડ , હિતેશભાઇ ડેરવાડીયા , ગોવિંદભાઇ ઘાંઘળ , લાલજીભાઇ કડવાણી , ખોડાભાઇ મકવાણા , સુરેશભાઇ ઝાપડીયા , અરવિંદભાઇ દુમાડીયા ,
રિપોર્ટ : પિયુષ વાજા જસદણ