જામનગર માં વરસતા વરસાદ માં શનિવારના રોજ શહેર ના લાખોટા મ્યુઝિયમ પર કાબકી વીજળી

જામનગર જીલ્લામાં પખવાડિયા પૂર્વે દુષ્કાળના ડાકલા વાગી રહ્યા હતા ત્યાં આજે લોકો મેઘરાજાને ખમૈયા કરવા વિનવણી કરી રહ્યા છે. સપ્તાહ પૂર્વે કાલાવડ અને જામનગર વચ્ચેના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે વ્યાપક નુકશાની થવા પામી હતી. જેનો સર્વે હજુ સુધી ચાલી રહ્યો છે ત્યારે શનિવારે આકાશી વીજળી ફરી વખત વેરણ બની છે. જામનગરની સાન સમા લાખોટા મ્યુજીયમ પર વીજળી ખાબકી હતી. આ ઘટનાંને પગલે ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોચી હતી. અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. વીજળી પડવાથી લાખોટા મ્યુજીયમમાં લાખો રૂપિયાની નુકસાની પહોચી હોવાનું જાણવા મળ્યું છે. ચોક્કસ સર્વે બાદ નુકશાનીનો આંક સામે આવશે.
જામનગરમાં આજે સોમવારે વરસાદ વરસ્યો હતો. ત્યારે વાદળથી છવાયેલા આકાશમાંથી લાખોટા સંગ્રહાલય પર વિજળી પડી હતી.જેને લઈ ભારે નુકસાન થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ 17 લાખથી વધુ ઇલેક્ટ્રિકલ વસ્તુઓમાં નુકસાન થયું છે, જ્યારે 5 લાખનું સ્ટ્રક્ચરમાં નુકસાન થયું છે.
• ઇલેક્ટ્રિના સાધનોમાં 17 લાખનું અને ઊભા કરેલા શોભિત સ્ટ્રક્ચરમાં 5 લાખનું નુકસાન
વિજળી પડતા ઈલેક્ટ્રીક વસ્તુમાં ભારે નુકસાન થયું છે. ઇલેક્ટ્રિના સાધનોમાં 17 લાખનું અને સ્ટ્રક્ચરમાં 5 લાખનું નુકસાન થયુ છે.લાખોટા તળાવના ફોટા અને મ્યુઝિયમમાં કુલ 22 લાખથી પણ વધુનું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે. તેમજ મોટાભાગની વસ્તુઓ ફેલ થઈ ગયી છે.
• CCTV કેમેરામાં પણ નુકસાન નુકશાન પામેલ ચીજ વસ્તુઓ જયદાદ ના ચિત્રો દ્રશ્યમાન થયા
શહેરની શાન એવા ઐતિહાસિક રણમલ તળાવની અંદર આવેલા લાખોટા કોઠાના મ્યુઝિયમ પર વીજળી પડી હતી. જેથી લાખોનું નુકસાન થયું છે.લાખોટા કોઠામાં ઝરૂખામાં પણ નુકસાન થયું હતું. લાખોટા કોઠાના મ્યુઝિયમ ઉપરના ઝરુખામાં વિજળી પડી હતી. જેથી અનેક વસ્તુઓમાં નુકસાન થયું છે. સાઉન્ડ બ્લાસ્ટ થયા છે, તેમજ બેટરી બ્લાસ્ટ થઈ હતી. આ ઉપરાંત જે CCTV કેમેરા લગાવેલા હતા તેમાં પણ નુકસાન થયું છે અને કેટલાક કેમેરા નીચે પડી ગયા હતા. આ ઉપરાંત 2 કોમ્પ્યુટર પણ બંધ થઈ ગયા છે. જોકે, કેમેરાની મેન સિસ્ટમ બચી ગઈ છે.