રાજકોટ ના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો આજે જન્મદિવસ

રાજકોટ ના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો આજે જન્મદિવસ.
રાજકોટ માં રાજ્ય સરકાર દ્વારા અકસ્માતમાં ઘટાડો કરવા બદલ રાજકોટ શહેર પોલીસ દ્વારા અકસ્માત અટકાવવા માટે લીધેલા પગલાંના સ્વરૂપમાં ગુન્હાઓમાં થયેલા ઘટાડાથી ગુજરાત રોડ સેફ્ટી ૨૦૨૦-૨૧ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ટૂંકા સમયગાળામાં જ રાજકોટવાસીઓના હૃદયમાં સ્થાન હાંસલ કરનાર મનોજ અગ્રવાલ મુળ. ઉત્તરપ્રદેશના વતની છે અને તેઓએ માસ્ટર ઓફ ટેકનોલોજી (એમ.ટેક.) નો અભ્યાસ કરી ૧૯૯૧ ની બેન્ચમાં I.P.S અધિકારી બન્યા છે. તેઓએ રાજ્યના ગૃહ સચિવ, સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો, D.I.G, ભૂજ બોર્ડર રેન્જ, અમદાવાદ જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે પ્રશંસનીય ફરજ બજાવી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને જન્મદિવસ શુભેચ્છા પાઠવે છે. તેમના મોબાઇલ નંબર (૯૯૭૮૪૦૬૨૯૭) પર રાજ્યભરના પોલીસ અધિકારીઓ સવારથી જ શુભેચ્છા પાઠવી રહ્યા છે. ૫૪ વર્ષ પુરા કરી ૫૫ માં વર્ષમાં પ્રવેશ કરતા મનોજ અગ્રવાલ રાજકોટમાં પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળી તેમજ રંગીલા રાજકોટવાસીઓને સેઇફ રાખવા વિવિધ એપ્લીકેશનના માધ્યમથી ગુંનાખોરીઓનો ઝડપી ભેદ ઉકેલ્યા છે. તેમજ ટોળકી બનાવીને આચરતી ગુન્હાખોરીને કાબૂમાં લેવા રાજ્ય સરકાર દ્વારા સુધારા કરાયેલા કાયદા અંતર્ગત ગુજશીટોક અને લેન્ડ ગ્રેબીંગ જેવા કાયદાના શસ્ત્રનો ઉપયોગ કરી ચરમબંધીઓને જેલ ભેગા કર્યા છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.