રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ સૂચિતનગર (વાજડીગઢ) ની જમીન માલિકોની જાહેર સભા યોજાઈ

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ સૂચિતનગર (વાજડીગઢ) ની જમીન માલિકોની જાહેર સભા યોજાઈ.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા વિકાસ પ્રક્રિયાને વેગવંતી બનાવવાના ભાગરૂપે સૂચિતનગર રચના યોજના નં.૭૭ (વાજડીગઢ) માં સમાવિષ્ટ જમીન માલિકોને આ સૂચિત ટીપી સ્કીમ અંગે વિગતવાર સમજુતી આપવા તથા આ સંદર્ભમાં તેઓ વાંધા સૂચનો અને અન્ય રજૂઆત સાંભળવા માટે આજે તા.૨૮-૯-૨૦૨૧ નાં રોજ એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના ઝડપી સુઆયોજિત વિકાસના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના માન. અધ્યક્ષશ્રી અમિત અરોરા દ્વારા સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૭૭ (વાજડીગઢ) ના સ્કીમ વિસ્તારનું સ્થળ નિરીક્ષણ કરી સ્કીમને લાગુ આવેલ સ્માર્ટ સિટી નોડની તૈયાર કરાયેલ મુસદારૂપ નગર રચના નં.૩૨ (રૈયા) ને ધ્યાને લઈ ઝડપી વિકાસના આયોજન હાથ ધરવા મળેલ જરૂરી માર્ગદર્શન અનુસંધાને સદરહુ સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૭૭ (વાજડીગઢ) કે જેનો ઇરાદો તા.૨૬-૮-૨૦૨૧ ના રોજ જાહેર કરી માત્ર ૨૫ દિવસમાં ઝડપથી નગર રચના યોજનાનો મુસદ્દો ઘડી આજરોજ તા.૨૮/૯/૨૦૨૧ ના રોજ ઓનર્સ મીટીંગનું આયોજન કરાયું હતું. હાલની કોવિડની પરિસ્થિતિ ધ્યાને લઈ સત્તામંડળ કચેરીના પ્રથમ માળે રાખવામાં આવેલ સૂચિતનગર રચના યોજના નં.૭૭ (વાજડીગઢ) ની ઓનર્સ મીટીંગમાં અરજદારોશ્રીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને યોજના અંગેની સમજુતી મેળવેલ. આ ઓનર્સ મીટીંગ અંગેનું આયોજન શાંતિ પૂર્ણ સમ્પન્ન થયેલ છે. હાલ અધિનિયમની જોગવાઈ અનુસાર એક માસ માટે જાહેર જનતાના વાંધા/સૂચનો મેળવી મળેલ તમામ વાંધા/સૂચનો અંગે ગુણદોષના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ સરકારશ્રીમાં અધિનયમની કલમ-૪૮ હેઠળ મંજુરી અર્થે સૂચિત મુસદારૂપ નગર રચના યોજના રજુ કરવામાં આવશે. ખુબજ ટૂંકા સમયમાં યોજના સરકારશ્રીમાં મંજુરી અર્થે રજુ થવાથી અરજદારોશ્રીઓ માટે પુન: આ વિસ્તારમાં વિકાસ પરવાનગી અંગેની કાર્યવાહી ચાલુ થશે.*
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.