ગુજરાત પ્રાંતિક નાયી સભાનું 100 મુ (શતાબ્દી ) મહોત્સવ અંબાજી મા યોજાયું

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે હાલમાં કોરોના કહેર ઓછો થતા લોકો ઘર બહાર નિકળી રહ્યાં છે અને સરકાર દ્વારા કાર્યક્ર્મ યોજાવાની પરવાનગી આપતા કાર્યક્ર્મ શરૂ થઈ ગયા છે ત્યારે આજે અંબાજી ખાતે ગુજરાત પ્રાંતિક નાયી સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું આ સંસ્થાને 100 વર્ષ પુર્ણ થતા અભિવાદન સમારોહ અંબાજી ની લીંબાચિયા ધર્મશાળા ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમા સમાજ ના તમામ હોદેદારો ને જણાવવામાં આવ્યું કે આપણા સમાજે એકતા માટે કામ કરવાનુ છે કોઇ પણ રાજકીય પક્ષ સાથે આપણો સમાજ જોડાયેલો નથી આપણે હમેંશા સમાજને આગળ લઈ જવા માટે પ્રયત્નશીલ રહેવું પડશે આજના પસંગે મોટી સંખ્યામાં ગુજરાતનાં વિવિઘ વિસ્તારોના નાયી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયાં હતા જેમા ઉતર ગુજરાત ના 6 જીલ્લાના તમામ પ્રમુખ, મહામંત્રી સહીત હોદેદારો હાજર રહ્યા હતા આજના કાર્યક્રમ મા
ડો.કોકિલાબેન પારેખ, જશવંત શર્મા, પ્રવીણ લીંબાચીયા, નયનભાઈ પારેખ સહીતના આગેવાનો હાજર રહ્યા હતા આજના કાર્યક્ર્મ મા સમાજને આગળ લઇ જવાની અને દરેક સભ્યોમા એકતા જળવાઈ રહે તેવી ચર્ચા કરવામાં આવી હતી.
:- આજના કાર્યક્રમ ની રૂપરેખા :-
આજે પ્રાથના થી શુભ શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ દીપ પ્રાગટ્ય, શાબ્દિક સ્વાગત, સન્માન સમારોહ અને આવેલાં મહેમાનો નુ પ્રાસંગીક પ્રવચન બાદ ભોજનનો કાર્યક્રમ બાદ પૂર્ણાહૂતિ યોજાઇ હતી