ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ ના શિક્ષકગન અને વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી

ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ ના શિક્ષકગન અને વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી
Spread the love

” ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ ના શિક્ષકગન અને વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી ”

૨ ઓક્ટોબર ગાંધીજયંતીના દિવસે ડભોઈ નગર ની ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી ના ભાગરૂપે ડભોઇ નગરની ગાંધીજીની પ્રતિમા ઓ ઉપર કુલ તેમજ સુતરની આંટી ચડાવી ઉજવણી કરવામાં આવી હતી.સાથે ટાવરચોક ગાંધીજી ની પ્રતિમા પાસે સ્વચ્છતા અને પર્યાવરણને બચાવવા એક માઈમ ની પણ રજૂઆત કરી હતી. જેને પગલે લોકોમાં જનજાગૃતિ લાવવાના પ્રયત્નો કર્યા હતા.
શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા અપાઇ હતી એટલું જ નહીં પરંતુ ગાંધીજીના વિચારો પોતાના જીવનમાં ઉતારવા માટે વિદ્યાર્થીઓને સૂચનો કરાયા હતા. આ વખતે ગાંધી જયંતીની ઉજવણી માત્ર શાળામાં નહિ પરંતુ ડભોઇ નગરમાં રહેલી ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના શિક્ષકગણ એમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને ગાંધીજી ના સ્મરણો ને યાદગાર બનાવ્યા હતા.
રીપોર્ટ :- ચિરાગ તમાકુવાલા

IMG-20211002-WA0047.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!