વડાલી માં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી

વડાલી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાઈ ગાંધી જન્મ જયંતી ની ઉજવણી,
સાબરકાંઠા જિલ્લાના વડાલી મા ઠેર ઠેર ગાંધી જયંતી ની ઉજવણી થઈ રહી છે ત્યારે વડાલી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાઈ ગાંધી જન્મ જયંતી ની ઉજવણી જેના ભાગ રૂપે વડાલી શહેરના વિવિધ વિસ્તારમાં સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં નગરપાલિકા ના સફાઈ કામદારો દ્વારા સફાઈ કરવામાં આવી હતી અને ગંદકી ની અંદર પાવડર થી છટકાવ કરવામાં આવેલો ખરેખર આજ ની ઉજવણી મા નગરપાલિકા કામદારો દ્વારા વડાલી શહેર મા સફાઈ કરી હતી જે સમયે ઉપસ્થિત વડાલી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હંસાબેન સગર ઉપપ્રમુખ જીતુભાઈ સ્વચ્છતા અભિયાન ના ચેરમેન વિક્રમભાઈ સગર આરોગ્ય ચેરમેન નેહાબેન જૈન ભારતીય જનતા પાર્ટીના વડા શહેર પ્રમુખ મહામંત્રી કિર્તીભાઈ જયસ્વાલ તથા ઠાકોર સમાજ ના અગ્રણી તલજીભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ: કિરણ ખાંટ ( વડાલી )