બનાસકાંઠા સાંસદ નાં અધ્યક્ષતામાં પાલનપુર ખાતે ભરતી મેળો

બનાસકાંઠા સાંસદ નાં અધ્યક્ષતામાં પાલનપુર ખાતે ભરતી મેળો
Spread the love

પાલનપુર આઇ.ટી.આઇ. ખાતે સાંસદશ્રી પરબતભાઇ પટેલના
અધ્યક્ષસ્થાને એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાયો હતો.

સખત પરિશ્રમથી જ પ્રગતિના સોપાનો સર કરી શકાય છે
—-સાંસદશ્રી પરબતભાઇ પટેલ

પાલનપુર આઇ.ટી.આઇ. ખાતે સાંસદશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને એપ્રેન્ટીસશીપ ભરતી મેળા યોજાયો હતો. જેમાં ૧૫ જેટલાં જુદા જુદા ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. એપ્રેન્ટીસ ભરતી મેળામાં ઉપસ્થિત ૪૫૦ માંથી ૧૨૫ જેટલાં વિધાર્થીઓને સ્થળ પર જ એપ્રેન્ટીસ તરીકે ભરતી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં યુવાનોને રોજગારીની તકો પુરી પાડવા સ્કીલ ડેવલોપમેન્ટ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે પણ મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ જુદા જુદા એકમોમાં રોજગારીન તકો ઉભી કરી કરી છે. તેમણે વિધાર્થીઓને સંબોધન કરતાં કહ્યું કે, ભૂતકાળના સમયમાં શિક્ષણની બિલકુલ સગવડો જ ન નહોતી. આજે તમે નસીબદાર છો કે, ઠેર ઠેર સ્કુલો, કોલેજો, આઇ.ટી.આઇ, છાત્રાલયો, લાયબ્રેરી વગેરે વ્યાપક સગવડોને લીધે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. સ્ટાર્ટ અપ ઇન્ડીયાના માધ્યમથી રોજગારની નવી તકો વિકસી છે. તેમણે ઉમેર્યુ કે, યુવાનોને પુરતી તક મળે તો સાચા અર્થમાં ભારતનું ભાવિ ઉજ્જવળ બનાવી શકે છે. જીવનમાં સફળતા પ્રાપ્તપ કરવા મહેનત ખુબ જ જરૂરી હોવાનું જણાવી સાંસદશ્રીએ કહ્યું કે, સખત પરિશ્રમથી જ પ્રગતિના સોપાનો સર કરી શકાય છે.
આ પ્રસંગે બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલે વિધાર્થીઓને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, યુવાધનને રોજગારી મળે તે માટે રાજય સરકારે મોટી સંખ્યામાં રોજગારીની તકોનું સર્જન કર્યુ છે. તેમણે કહ્યું કે, સફળતા પ્રાપ્ત કરવા આપણી યુવાનીમાં સતત દોડતા રહેવું પડશે તો જ લક્ષ્યાને હાંસલ કરી શકાશે. તેમણે જણાવ્યું કે, કંઇક મેળવવા માટે કંઇક ગુમાવવું પડતું હોય છે આપણે ધારી સફળતા મેળવવા ઘર છોડવાની તૈયારી દર્શાવી ઉમદા તકોને ઝડપી લઇ આગળ વધીએ. તેમણે ગુણવત્તા પર ભાર મુકતાં જણાવ્યું કે, ક્વોલીટી પર ધ્યાન આપી કામને હંમેશા પ્રાધાન્ય આપવું જોઇએ. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં નર્મદાના નીર આવ્યા પછી કૃષિ અને પશુપાલન ક્ષેત્રમાં પણ રોજગારીની નવી તકો પેદા થઇ છે. જેનાથી લોકોની સુખ-સમૃધ્ધિમાં નોંધપાત્ર વધારો થયો છે.
નોકરીદાતાશ્રી શિવરાભાઇ પટેલે જણાવ્યું કે, જીવનમાં ચોક્કસ ધ્યેય સાથે આગળ વધી સફળતા પ્રાપ્તો કરી શકાય છે. આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારીશ્રી એચ.એચ.ગઢવી, પાલનપુર આઇ.ટી.આઇ.ના આચાર્યશ્રી એચ.વી.દોમડીયા, ડીસા આઇ.ટી.આઇ. ના આચાર્યશ્રી સી.આઇ.મેવાડા, અમીરગઢ આઇ.ટી.આઇ.ના આચાર્યશ્રી એમ.એન.પટેલ સહિત જુદી જુદી આઇ.ટી.આઇ.ના આચાર્યશ્રીઓ સહિત વિધાર્થીઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ

FB_IMG_1633392291720.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!