જામનગર વિશ્વ પશુ દિવસ ના દિને પશુ પક્ષી ઓ માટે કુંડ અને માળાઓ નું વિતરણ

વિશ્ર્વ પશુ દિવસના અનુસંધાને તા.06/10/2021 બુધવારના રોજ જામનગર ખાતે એનિમલ હેલ્પ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાઓ અને ચકલીના માળાનું નિ:શુલ્ક વિતરણ રાખવામાં આવેલ હતુ.
ઘણા બધા પશુઓ પક્ષીઓ પાણી વગર હેરાન થતા હોઇ છે, ઘણા બધા પશુઓ અને પક્ષીઓના પાણી ન મળવાના કારણે મૃત્યુ પામે છે અને ચકલીઓ માનવ વસ્તી નો વસવાટ હોઈ ત્યાં જ માળા બનાવતી હોઈ છે પરંતુ કોંક્રિટના ઘર બની જવાના કારણે તે પોતાના માળા બનાવી શકતી નથી. તો આ કાર્યક્રમમાં પક્ષીઓ સાથે બીજા જીવો પ્રત્યે પણ લાગણીશીલ રહેવા અપીલ કરવામાં આવી હતી. “જેમ માનવ માટે 108 ની સુવિધા છે તો પક્ષી માટે ઝડપી સારવાર શું કામ નહિ” એવા વિચાર સાથે સેવાની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં પક્ષીઓ માટે પાણીના કુંડા, પૂઠાંના માળા તથા માટીના માળા આશરે 750 જેટલા નંગનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય આયોજક એનિમલ હેલ્પ જામનગર ગ્રૂપ હતું.
આપની આસપાસ જો કોઈ પશુ પક્ષી ઘાયલ હોય તો આ ગ્રૂપનો સંપર્ક કરવો. આ ગ્રૂપ સાથે જોડાવા તથા સહયોગ આપવા કોન્ટેક્ટ કરો હેલ્પલાઇન નંબર 96387 68498.