જામનગર : લાલપુરમાં શંકાસ્પદ હાલતમાં એકનું મોત

જામનગર : લાલપુરમાં શંકાસ્પદ હાલતમાં એકનું મોત
Spread the love

લાલપુરમાં ગઇકાલે બપોર બાદ એક યુવાનનું શંકાસ્પદ હાલતમાં મૃત્યું નિપજ્યું છે. માતા હારે ઝઘડો કરતા પુત્રને એક યુવાન છોડાવવા વચ્ચે પડયો હતો. જેમાં મૃતક પડી જતા પથ્થર લાગતા મૃત્યું થયું હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે.

જો કે બનાવનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા પી.એમ.રિર્પોટ તરફ મીટ માંડવામાં આવી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે ગઇકાલે ધરારનગર વિસ્તારમાં માતા-પુત્ર ઝઘડતા હોવાથી એક યુવાન વચ્ચે પડયો હતો અને બન્નેને છોડાવ્યા હતા. જેમાં મૃતક યુવાન પડી જતા તેમનું મૃત્યું નિપજ્યું હતું. આ બનાવના પગલે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી જઇ મૃતકનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે મૃતક પ્રકાશ ટીનાભાઇ દેવીપુજકનો મૃતદેહનો કબ્જો સંભાળી જામનગર ખસેડી પી.એમ. વિધિ હાથ ધરી હતી. આ બનાવ અંગે લાલપુર પીએસઆઇ કરોતરાના જણાવ્યા અનુસાર યુવાનનું મૃત્યું ઝપાઝપીમાં થયું છે કે પછી પડી જતા પથ્થર વાગવાના કારણે માથાના ભાગે પહોંચેલી ઇજાના કારણે થયું છે તેનો તાગ મેળવવા માટે મૃતકનો જામનગર પી.એમ.અર્થે ખસેડયો છે. આ રિર્પોટ બાદ જ મૃત્યુંનું ચોક્કસ કારણ બહાર આવશે.

IMG-20211009-WA0042.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!