અમરેલી જિલ્લામાં મેગા વેક્સીનેશન ડ્રાઈવને બહોળો પ્રતિસાદ

અમરેલી જિલ્લામાં મેગા વેક્સીનેશન ડ્રાઈવને બહોળો પ્રતિસાદ
૪ વાગ્યા સુધીમાં ૧૧૫૬૮ લોકોને વેકસીન અપાઈ : ૩૭૨૧ લોકોને પ્રથમ અને ૭૮૪૭ લોકોને બીજો ડોઝ અપાયો
જિલ્લામાં ૨૭૬ જેટલી સાઈટ ઉપર ૧૬૦૦ જેટલા આરોગ્યકર્મીઓ ખડેપગે
હજુ પણ વેક્સીન લેવામાં બાકી તમામને લાભ લેવા આરોગ્ય તંત્રનો અનુરોધ
અમરેલી, તા. ૧૦ ઓક્ટોબર, આજે ૧૦ ઓક્ટોબરના અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા મેગા વેક્સીનેશન ડ્રાઈવ અંતર્ગત ૨૭૬ જેટલી સાઈટ ઉપર આરોગ્ય તંત્રના ૧૬૦૦ જેટલા કર્મીઓએ ૧૧ હજારથી વધારે લોકોને કોરોના પ્રતિરોધક વેકસીન આપી હતી.
આરોગ્ય વિભાગના બપોરના ૪ વાગ્યાના અહેવાલ પ્રમાણે આજે એક જ દિવસમાં જિલ્લામાં ૩૭૨૧ લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ અને ૭૮૪૭ લોકોને વેક્સીનનો બીજો ડોઝ આપી કુલ ૧૧૫૬૮ લોકોને વેકસીન આપવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં સૌથી વધારે સાવરકુંડલા તાલુકામાં ૨૦૬૫ અને સૌથી ઓછું લીલીયા તાલુકામાં ૨૬૬ જેટલું વેક્સીનેશન થયું હતું. હજુ પણ કોવિડ વેક્સીન લેવામાં વંચીત તમામને તાત્કાલિક અસરથી વેક્સીન લેવા આરોગ્ય તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવે છે.
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
સૈરાષ્ટ્ર બ્યુરોચીફ