પાળીયાદ વિસામણબાપુની જગ્યાના સંચાલક ભયલુબાપુ નું ધારી વિધાનસભાના ધારાસભ્ય સહીત આગેવાનોએ સન્માન કર્યુ

પાળીયાદ વિસામણબાપુની જગ્યાના સંચાલક ભયલુબાપુ નું ધારી વિધાનસભાના ધારાસભ્ય સહીત આગેવાનોએ સન્માન કર્યુ
અખીલ ભારતીય સંત સમિતિમાં કાયમી સભ્ય તરીકે નિમણૂક થતા ધારાસભ્ય,જે.વી.કાકડીયા,અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ સહીતના આગેવાનોએ ભવ્ય સન્માન કર્યુ.
બોટાદ જીલ્લા પાળીયાદ ગામે આવેલ સુપ્રસિધ્ધ દેહણ જગ્યા પરમ પૂજ્ય વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે ઠાકર વિહળાનાથ ના તેમજ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ના આશીર્વાદ થી પુજ્ય ભયલુબાપુ ને અખીલ ભારતીય સંત સમિતિ ના કાયમી સદસ્યતા મળવા બદલ ધારી વિધાનસભા ના ધારાસભ્ય જે.વી.કાકડીયા તેમજ અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા તેમજ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા , રાજેશભાઈ કાબરીયા , જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જલપેશભાઈ મોવલિયા તેમજ ટાઉન પ્લાનિંગ ચેરમેન નગરપાલિકા પિન્ટુભાઈ કુરુન્દલે તેમજ પ્રદેશ બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ ધમબાપુ ગોસાઈ તેમજ પ્રદેશ બક્ષીપંચ મોરચા મંત્રી મયુરભાઈ માંજરીયા તેમજ અમરેલી શહેર ભાજપ મંત્રી અલ્પેશભાઈ અગ્રાવત તેમજ દિવ્યેશભાઈ વેકરીયા મીડિયા કન્વીનર તેમજ રવિભાઇ શેખવા કાર્યકર દ્વારા પૂ.ભયલુબાપુ ને પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સન્માન કરેલ અને આશીર્વાદ લીધેલ.પુજ્ય ભયલુબાપુ દ્વારા તમામ હોદેદારો ને સાલ અને ફુલહાર પેરાવી આવકાર સત્કાર કરેલ તેમજ ભગવાન રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિસામણબાપુ ના જન્મ સ્થળ ના દર્શન કરેલ તેમજ ગૌશાળા અને અશ્વશાળા ની મુલાકાત અને ભોજન પ્રસાદ લીધેલ અને તમામ લોકો જગ્યા નો વિકાસ અને વ્યવસ્થા અને આદરભાવ આવકાર થી ખૂબ રાજીપો વ્યક્ત કરેલ…
રિપોર્ટ-વિપુલ લુહાર