દેશી તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

દેશી તમંચા સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને હાલમાં ચાલતા નવરાત્રીના તહેવાર શાંતિપુર્ણ રીતે પુર્ણ થાય તે માટે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતાં કેસો કરવા,વધુમાં વધુ નાસતાં-ફરતાં આરોપીઓ પકડવા, ગેરકાયદેસર ફાયર આર્મસ રાખતા માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરવી વિગેરે સુચનાઓ આપેલ હતી.
જે સુચના અન્વયે એલ.સી.બી. સ્ટાફનાં માણસો પાલીતાણા ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન હેડ કોન્સ.,અનિરૂધ્ધસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે,ગારિયાધાર તાલુકાના શિવેંદ્રનગર (વદર) ગામે રહેતો વલ્લભભાઈ રામભાઈ રાઠોડ પોતાના કબ્જામાં ગેર કાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો સાથે વદર ગામના પાટીયા પાસે સફેદ કલરના કપડા પહેરી ઉભેલ છે.* જે ચોક્કસ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં વલ્લભભાઈ રામભાઈ રાઠોડ ઉ.વ.૬૫ રહે. શિવેંદ્રનગર (વદર) તા.ગારિયાધાર જી.ભાવનગરવાળો દેશી હાથ બનાવટના તમંચા સાથે મળી આવેલ.તેની પાસે આ દેશી હાથ બનાવટનો તમંચો રાખવા અંગે કોઇ પરવાનો નહિ હોવાથી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી થવા માટે તેને હસ્તગત કરી ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા,પોલીસ ઇન્સ. શ્રી, એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોવડના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ, જયદાનભાઇ લાંગાવદરા, તથા પો.કોન્સ બીજલભાઇ કરમટીયા, શકિતસિંહ સરવૈયા તથા ડ્રાયવર સુરસિંહ ગોહીલ વિગેરે માણસો જોડાયા હતાં.
રીપોર્ટ સતાર મેતર