રાણપુર માર્કેટીંગ યાર્ડના કુશળ વહીવટ ને કારણે દર વર્ષ કરતા વહેલા કપાસ ખરીદીનો નિર્ણય

માર્કેટીંગ યાર્ડના કુશળ વહીવટ ને કારણે દર વર્ષ કરતા વહેલા કપાસ ખરીદીના નિર્ણયને લઈને
રાણપુર માર્કેટીંગ યાર્ડ ખાતે કપાસ ખરીદીનો પ્રારંભ કરાયો પહેલા દિવસે કપાસના 2251 રૂપિયા ભાવ બોલાયો
ચેરમેન,વાઈસ ચેરમેન,ડીરેક્ટરો સહીત મોટી સંખ્યામાં ખેડુતોની હાજરીમાં કપાસ ખરીદીનો પ્રારંભ કરાયો.
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં માર્કેટીંગ યાર્ડ ખાતે આજરોજ કપાસની ખરીદી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.વહેલી સવારથી જ ખેડુતો કપાસ લઈને રાણપુર માર્કેટીંગ યાર્ડ ખાતે આવી પહોચ્યા હતા.ચાલુ સિઝનમાં કપાસનો પાક તૈયાર થતા ભારે વરસાદ થતા કપાસના પાક ને ભારે નુકશાન થયુ છે.તેમ છતા ખેડુતો ભારે ઉત્સાહ સાથે પહેલા જ દિવસે 1000 મણ કરતા વધુ કપાસ લઈને વેંચવા આવ્યા હતા.દર વર્ષે દશેરા બાદ કપાસની ખરીદી કરવામાં આવે છે ત્યારે માર્કેટીંગ યાર્ડ ના કુશળ વહીવટ ને કારણે ચાલુ વર્ષે પાંચ દિવસ વહેલા કપાસની ખરીદી ચાલુ કરવામાં આવી છે.જ્યા વેપારીઓએ કપાસની ખરીદી પ્રારંભે ખેડુતો ને કંકુ ના તિલક કરી નાળીયેર વધેરી મો મીઠું કરાવી કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જ્યા કપાસનો ઉંચો ભાવ 2251 રૂપિયા અને નીચો ભાવ 1200 રૂપિયા સુધી આવતા ખેડુતોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી.કપાસની ખરીદી પ્રારંભે રાણપુર માર્કેટીંગ યાર્ડના ચેરમેન કીશોરભાઈ ધાધલ,વાઈસ.ચેરમેન જેશાભાઈ બાવળીયા,ડીરેક્ટર,પ્રતાપભાઈ ડોડીયા,ગોસુભા પરમાર,સિધ્ધરાજભાઈ રબારી,અરવિંદભાઈ ધરજીયા,શેરભા પરમાર,મયુરભાઈ પટેલ,પ્રતાપસિંહ પરમાર,ઈકબાલભાઈ પાયક(લક્કડભાઈ),સેક્રેટરી ચંદુભા પરમાર,જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા,તાલુકા પંચાયતના સદસ્ય ઈશ્વરભાઈ પંચાળા સહીત માર્કેટીંગ યાર્ડના કર્મચારીઓ,વેપારીઓ અને ખેડુતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા…
રિપીટ-વિપુલ લુહાર,રાણપુર