સાવરકુંડલા બગદાદનગર ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

સાવરકુંડલા બગદાદનગર ખાતે આંખ ના રોગ થી પીડાતા દર્દી ઓનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો.- મોટી સંખ્યામાં દર્દી ઓએ લાભ લીધો.- નંબર ના ચશ્માં અને મોતિયા ઓપરેશન પણ નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા.
સાવરકુંડલા ના બગદાદનગર ખાતે હાજીઅલીભાઈ દાડમાવાળા ઘરે હાજીપીર દાદાબાપુ ના આર્શીવાદ થી અને હાજી મુહમંદઅલી શેઠ મોંમીન ના સહયોગ થી આંખ ના રોગ થી પીડાતા દર્દીઓનો ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો આ કેમ્પ આંખો નંબર વાળા ચશ્મા તથા મોતિયો અને જામર ના ઓપરેશન પણ નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા હતા આ કેમ્પ ને સફળ બનાવવા માટે સલીમ સૈયદ અપના સ્ટુડિયો, મુસ્તાકભાઈ જાદવ, ડો.ગફારભાઈ જાદવ વગેરે યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી કેમ્પ ને સફળ બનાવ્યો હતો આ કેમ્પ સર્વ જ્ઞાતિ ના દર્દી ભાઈઓ બહેનો એ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી