રાણપુરમાં આવેલ ગીતાંજલિ સ્કુલ ખાતે નવરાત્રી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ.

નવરાત્રીના તહેવાર નિમિત્તે
રાણપુરમાં આવેલ ગીતાંજલિ સ્કુલ ખાતે નવરાત્રી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ.વિદ્યાર્થીઓ મન મુકીને ગરબે રમ્યા..
ગીતાંજલિ સ્કુલના સંચાલક અરવિંદભાઈ ધરજીયા,સંદીપભાઇ ધરજીયા,વલ્લભભાઈ ધરજીયા દ્રારા આ નવરાત્રી ઉજવણી કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ..
બોટાદ જીલ્લાના રાણપુરમાં ધંધુકા રોડ ઉપર આવેલ શિસ્ત અને સંસ્કાર અને શિક્ષણ થી ભરપુર ગીતાંજલિ સ્કુલ ખાતે નવરાત્રી નિમિત્તે રાસ-ગરબા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ.ગીતાંજલિ સ્કુલ રાણપુર અને ગીતાંજલિ સાયન્સ સ્કુલ સાંકરડી બંને સ્કુલના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નો ઉત્સવ એટલે નવરાત્રિના ઉત્સવ ની અંદર સ્કુલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તથા બંને સ્કુલના ટ્રસ્ટીઓ તથા સ્ટાફ પરિવાર આ નવરાત્રિના પર્વ પર નવમા નોરતે રાસ-ગરબાનું આયોજન કર્યુ હતુ. જેમાં સમગ્ર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ એ ઉષ્માભેર ભાગ લીધો હતો.કાર્યક્રમની શુભ શરૂઆત સૌપ્રથમ માં દુર્ગાની આરાધના કરી કરવામાં આવી હતી.પહેલા માતાજીની આરતી સમગ્ર ગીતાંજલી પરિવાર હર્ષ ઉલ્લાસથી કરી હતી.ત્યારબાદ નવમાં નવલા નોરતા.માં વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી.ગીતાંજલિ સ્કુલ ની અંદર જ્યાં નજર કરો ત્યાં સમગ્ર વિદ્યાર્થીઓએ અલગ ટ્રેડિશનલ ડ્રેસ ની અંદર સાથે સાથે સ્ટાફ પણ અલગ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે રમ્યા હતા.જ્યારે.ગીતાંજલિ સ્કુલની વિદ્યાર્થિનીઓએ તલવારો થી નૃત્ય કર્યું હતુ.વિદ્યાર્થીનીઓ નું તલવાર નૃત્ય સમગ્ર ગીતાંજલી પરિવાર ના વિદ્યાર્થીઓ,શિક્ષકો તેમજ હાજર તમામ લોકોએ નૃત્યને બે ઘડી અનિમેષ નેત્રે જોઈ રહ્યા હતા. સવારે 8 વાગ્યા થી બપોરે 2 વાગ્યા સુધી સતત દરેક વિદ્યાર્થીઓ ગરબા મન મુકીને રમ્યા હતા.ત્યારબાદ કાર્યક્રમ ને અંતે ગીતાંજલી પરિવાર દ્રારા હાજર તમામ વિદ્યાર્થીઓને જલેબી અને ફાફડા નો નાસ્તો કરાવ્યો.ગીતાંજલિ સ્કુલના સંચાલક અરવિંદભાઈ ધરજીયા તથા સંદીપભાઇ ધરજીયા તથા વલ્લભભાઈ ધરજીયા દ્રારા આ નવરાત્રી ઉજવણી કાર્યક્રમ ને સફળ બનાવવા ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ…
રિપોર્ટ-વિપુલ લુહાર,રાણપુર