મચ્છરજન્ય રોગચાળો વધતા વડિયા માં સરપંચ દ્વવારા શરુ કરાયું સફાઈ અભિયાન

મચ્છરજન્ય રોગચાળો વધતા વડિયા માં સરપંચ દ્વવારા શરુ કરાયું સફાઈ અભિયાન
Spread the love

મચ્છરજન્ય રોગચાળો વધતા વડિયા સરપંચ દ્વવારા શરુ કરાયું સફાઈ અભિયાન

ગ્રામપંચાયત દ્વવારા કચરો અને ગંદકી દુર કરવા જેસીબી, ટ્રેક્ટર કામે લગાડ્યા

ઉપ સરપંચ છગન ઢોલરીયા દ્વવારા વડિયા ને સ્વચ્છ કરવા કાવાયત

વડિયા

ચોમાસા ના પાછોતરા ભાદરવા અને આસો માસ ના વરસાદ ને કારણે વરસાદી પાણી ભરાવા થી મચ્છરજન્ય રોગચાળો અને વાઇરલ બીમારીઓનુ પ્રમાણ વધતા વડિયા ના દવાખાના ઉભરાતા જોવા મળી રહ્યા છે. ત્યારે ઓક્ટોબર માસ એ ગાંધી જયંતિ સાથે સ્વચ્છતાનો સંદેશો આપતો મહિનો ગણાય છે તેવામાં વડિયા ગ્રામપંચાયત ના ઉપ સરપંચ છગન ઢોલરીયા દ્વવારા વડિયા ગામ ને સ્વચ્છ કરવા અને વધતા જતા મચ્છરજન્ય રોગચાળા ને કાબુમાં લાવવા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગામ માં ઉગી નીકળેલા વરસાદી વનસ્પતિ અને કચરાના ઢગલા રૂપી ગંદકી ને દૂર કરવા ગ્રામપંચાયત ની ટીમ સાથે જેસીબી અને ટ્રેક્ટર જેવા વાહનો થી સફાઈ અભિયાન હાથ ઘરી રોગચાળાથી લોકો ને બચવવા સ્વચ્છતા કવાયત હાથ ધરવામાં આવી છે. ગંદકી દૂર થતા લોકો ને રોગચાળા ના અજગર ભરડા માંથી રાહત મળે તેવું જોવા મળી રહ્યું છે.

રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
સૈરાષ્ટ્ર બ્યુરો ચીફ

IMG-20211015-WA0026-1.jpg IMG-20211015-WA0025-2.jpg IMG-20211015-WA0024-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!