ખેડબ્રહ્મા: ગઢડા શામળાજી ગામે સરકારી માધ્યમિક શાળાના નવીન ભવનનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

ખેડબ્રહ્મા: ગઢડા શામળાજી ગામે સરકારી માધ્યમિક શાળાના નવીન ભવનનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો
Spread the love

ખેડબ્રહ્મા: ગઢડા શામળાજી ગામે સરકારી માધ્યમિક શાળાના નવીન ભવનનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો.
ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ગામે સરકારી માધ્યમિક શાળાના નવીન ભવનના ભૂમિપૂજનનો કાર્યક્રમ
રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
કાર્યક્રમ ની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય વિધિ કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો.
સરપંચ એમ.આર. ચૌહાણે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
ગઢડા શામળાજી માધ્યમિક વિભાગની બાળાઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યુ હતું.
ત્યારબાદ પુષ્પગુચ્છ અને શાલ આપી ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.
સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ ધીરુભાઈ પટેલ તથા સિંચાઈ ચેરમેન શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને deo કચેરી હિંમતનગર ના એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
મહંત મહેન્દ્ર દાસજી એ આશીર્વચન આપ્યા હતા.
સમારંભના અધ્યક્ષ રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાએ વિજયાદશમીના પાવન પર્વે ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી હતી અને આસુરી વૃત્તિને ત્યજી ને સંગઠિત થવા જણાવ્યું હતું.
સાથે શિક્ષણના મહત્વ વિશે, દીકરીઓને દહેજમાં શિક્ષણ આપો, એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે,દીકરીઓ બે કુળને ઉજાળે માટે સૌના વિકાસ માટે શિક્ષણ એ ખૂબ જરૂરી છે ગુજરાત સરકાર દ્વારા ગામના દરેક બાળકોને શિક્ષણ મળી રહે તે માટે તે માટે સરકારી માધ્યમિક શાળાના નવીન ભવન માટે રૂપિયા બે કરોડની ફાળવણી કરીછે
તે બદલ ગુજરાત સરકારના આભારી છીએ.
સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને આત્મસાત કરવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે છેવાડાના માનવીને પણ પાયાની સગવડો મળી રહે તે માટે સરકાર પૂરતા પગલાં લઈ રહી છે
તેવું રમીલાબેન બારા એ વક્તવ્યમાં જણાવ્યું હતું.
ત્યારબાદ સરકારી શાળાના નવીન ભવન માટે ભૂમિ પૂજન કરી ખાતમુહુર્ત કર્યું હતું.
ગઢડા શામળાજી ગામે સરકારી માધ્યમિક શાળાના નવીન ભવન માટે ‌રુપિયા બે કરોડની ગ્રાંટ ફાળવવા બદલ ગઢડા શામળાજી સરપંચ એમ.આર.ચૌહાણે ગ્રામ પંચાયત વતી તથા ગ્રામજનોએ રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાનો અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આજના આ ભૂમિ પૂજન કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ ધીરુભાઈ પટેલ, જિલ્લા પંચાયત સિંચાઈ ચેરમેન હિતેન્દ્ર સિંહ ચૌહાણ, નાયબ કલેકટર એચ‌.યુ.શાહ ખેડબ્રહ્મા, deo કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર,ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, મહંત મહેન્દ્ર દાસજી લક્ષ્મણ નાથજી, પરબત રામજી શ્રવણ ભારતીજી, ભાજપ સંગઠનના હોદ્દેદારો, નલીનભાઈ ગાંધી, ગ્રામ પંચાયતના સદસ્યો, માધ્યમિક શાળા ગઢડા શામળાજી નો સમગ્ર સ્ટાફ અને ગઢડા શામળાજીના ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટીવી રિપોર્ટર ધીરુભાઈ પરમારે કર્યું હતું સાથે ઉપસ્થિત મહાનુભાવો નો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!