ડભોઇ માં દશેરા ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.

ડભોઇ માં દશેરા ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.
Spread the love

ડભોઇ માં આજરોજ દશેરા ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.અસત્ય પર સત્ય નો વિજય તરીકે ઉજવવામાં આવતો તહેવાર દશેરા ને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં માં આવે છે.આજરોજ ડભોઇ માં આવેલ સુપ્રસિધ્ધ ગઢભવાની માતા ના મંદિરે પારંપરિક રીતે ધજા બદલવામાં આવી હતી.
9 દિવસ માતાજી ની આરાધના કરી ગરબે ઘૂમી આજરોજ શ્રદ્ધાળુઓ દ્વારા પ્રતીકાત્મક રૂપે સ્થાપેલા માતાજી ના જવારા અને ગરબા ને વાજતે ગાજતે વિવિધ સ્થળો પર થી રાજમાર્ગો પર નીકળતા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.સાથે જ ધર્મપ્રેમી પ્રજા દ્વારા આજરોજ રીતરિવાજ મુજબ અસ્ત્ર,શસ્ત્ર, અને વાહનો ની પૂજા કરવામાં આવી હતી.દશેરા પર્વ નિમિત્તે આજરોજ વહેલી સવાર થી જ બજાર માં ગલગોટા તથા ફુલહાર નું વેચાણ થતા ફૂલો ના વ્યવસાય માં તેજી જોવા મળી હતી.સાથે જ નાસ્તા ના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ એ એક દિવસ અગાઉ થી જ ફાફડા જલેબી બનાવવા ની શરૂઆત કરી દેવામાં આવી હતી.ડભોઇ ની જનતા એ દશેરા નિમિતે ફાફડા જલેબી ની જિયાફત માણી હતી.સરકારી ગાઈડ લાઇન ને ધ્યાન મા રાખી દર વર્ષ ની જેમ આ વર્ષે સુધારાઈ ગ્રાઉન્ડ પર દશેરા નો મેળા ની પરવાનગી તંત્ર દ્વારા આપવામાં આવી નથી.

IMG-20211015-WA0031-1.jpg IMG-20211015-WA0052-0.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!