આપણે આપણા સંતાનોના ભણતર સાથે ચણતર અને ઘડતર પર ખાસ દયાન આપવાની જરૂર છે.

આપણે આપણા સંતાનોના ભણતર સાથે ચણતર અને ઘડતર પર ખાસ દયાન આપવાની જરૂર છે.
Spread the love

હમણા આર્યન જેલમા છે. સામાન્ય રીતે આપણી પ્રતિક્રિયા લગભગ આવી જ હોય છે. આ બધા શ્રીમંત માતાપિતાના સંતાનો બગડેલા જ હોય છે. માંગે એટલા રૂપિયા મળે માતાપિતા પોતપોતાના કામમા રટ હોય. ગાડી નોકર ચાકર બંગલો ધન દોલત હોય એટલે કદાચ પગ લપસી જાય. પણ એક વાત આપણે નોટિસ કરતા નથી કે આપણા સંતાનોને બગાડવામા આપણું બહુ મોટું યોગદાન છે.
બેશક દરેક માતાપિતાને પોતાના સંતાનો વ્હાલા હોય છે હોવા જ જોઈએ.આપણે આપણા બચપણમા આપણી આર્થિક હાલતને કારણે કેટલાક અભાવોમા જીવ્યા. હવે આપણે એમ વિચારીએ છીએ કે આપના સંતાનોને કોઇ તકલીફ ના પડે કોઇ અભાવો વેઠવા ના પડે એ માટે આપણે સંતાનોને બધી છૂટ આપીએ છીએ. આ આપણી ભુલ છે. આપણે હાથે રહીને આપના સંતાનોના સર્વાંગી વિકાસમા અડચણ ઉભી કરીએ છીએ. આપણે એમ નથી વિચારવાનું કે મારા સંતાનને કોઇ તકલીફ મુસીબતો ના પડે આપણે એ રીતે સંતાનોને તૈયાર કરવાના છે કે જીવનમા કોઈ પણ મોડ પર કોઈ પણ સમયે આવતા પડકારો તકલીફોનો આપણું સંતાન સ્વસ્થતાથી શાંત ચિત્તે મુકાબલો કરી શકે ગભરાયા વગર પોતે પોતાનો માર્ગ કંડારી શકે એ રીતે સંતાનોને તૈયાર કરવા પડશે. આપણે સંતાનોને બધી છુટ આપી દીધી એ બરાબર પણ અમુક વખતે આપણે લગામ બરાબર ખેંચવી પડસે. આપના સંતાનોને બગાડવામા તેના મિત્રો મોટો ભાગ ભજવે છે. કેવા મિત્રો છે. કઈ ટાઇપનું વર્તન છે એની પર દયાન રાખવું પડશે. આપણે સંતાનોને મોંઘી બ્રાન્ડેડ કપડાની જોડીઓ બુટ ગોગલ્સ લેટેસ્ટ મોબાઈલ ગાડી બધું જ આપી દઈએ પછી સંતાન હવામા ઉડવા માંડે તો કોનો વાંક? કિશોરાવસ્થા નવીનવી યુવાની વખતે પતનનો ચાન્સ વધારે હોય છે.
આપણે નાના હતા તે વખતે સંતાકૂકડી ગિલીદંડા વિગેરે ખર્ચા વગરની રમત રમતા હતા અરે ફિલ્મોના જુના ફોટા માચિશ સિગારેટના ખોખાથી રમી નિર્દોષ આનંદ માણતા હતા.આપણા સંતાનો હિંસક કાપાકાપીવાળી વીડિયો ગેંમમા રચ્યાપચ્યા રહે છે. આપણે 25 કે 50 પેસાનો ફુગ્ગો લાવતા હતા ફુગ્ગો ફૂટી જતા એની સિસોટીઓ બનાવી મોજ કરતા હતા. ને આપણા સંતાનો દર બેચાર મહિને ગાડી મોબાઈલ બદલી નાખે છે.
આપણે સંતાનો પાછળ આપણા બજેટ બહાર ખર્ચ કરીએ છીએ. પછી સંતાનો આપણે જુનવાણી ગણે છે આપણું કઈ સાંભળતા નથી. એમ બળાપો કર્યા કરીએ છીએ. યાદ રાખો જતુ કરવાની આપણી ભાવના જ આપણને પછાડે છે.
સંતાનોને સારા ભણતર સાથે સારા સંસ્કાર શિસ્ત કેળવણી પહેલા આપી હશે તો વાંધો નહિ આવે. સંતાનોને લાડ પ્યાર અવશ્ય કરો પણ વાસ્તવિકતા સાથે ઓળખાણ પણ કરાવો. તમારા હેત દુલાર ક્યાંક તમારા સંતાનનું અહિત તો નથી કરતા ને. સતાનીને માનસન્માન આદર ઈજ્જત કરતા પહેલા શીખડાવો. શાળા કોલેજમા ભણતર તો મળશે પણ ઘડતર અને ચણતર તો માતાપિતાએ જ કરવું પડશે નહિ તો પરિવાર સાથે સમાજ અને દેશને પણ મોટું નુકસાન થશે. આપણા સંતાનો મજબૂત ખડતલ અને મક્કમ મનોબળવાલા હોવા જ જોઇએ. આપણા સંતાનો શી લવાન ચારિત્ર્યવાન બને એ આપણી પહેલી ફરજ હોવી જોઈએ. આપણા દેશનું ઉજ્જવળ ભવિષ્ય કયાય અવળે રસ્તે દોરાઈ ના જાય એનું ખાસ દયાન રાખવાનું છે. માન મર્યાદા રાખનાર યુવાનો સફળતાના શિખરો સર કરી માતાપિતાનું નામ રોશન કરે છે.

રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!