સાઠોદમાં બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા: “ભારત ના વીર શહીદ જવાનોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

ડભોઈ ના સાઠોદ ગામે બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા:
“ભારત ના વીર શહીદ જવાનોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ”
હાલ સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં આદ્ય શક્તિ આરાધના નો તહેવાર નવરાત્રી ઉજવાઈ રહી છે અને તે પૂર્ણતાને આરે છે જ્યારે ગામેગામ અને શહેરમાં કોરોના ની ગાઈડ લાઈન પ્રમાણે આ વર્ષે શેરી ગરબાનું આયોજન કરાયું છે જેમાં ગરબા રસિકો એ તરત તેની ધૂમ મચાવી છે કોઈ ગામમાં સમાન ડ્રેસ તો કોઈ ગામમાં રાસ ગરબા તો કોઈ જગ્યાએ વિવિધ રમત ગમતનું આયોજન કરી નવરાત્રી ઉજવાય છે.
જ્યારે ડભોઈ પંથકના સાઠોદ ગામ આકર્ષણનું કેન્દ્ર બનતા ગામના બ્રાહ્મણ સમાજ દ્વારા એક અનોખી રીતે આઠમા ગરબાનું આયોજન કરાયું હતું જેમાં કોઇપણ શહેર કે ગામ અને શેરીમાં ન જોયું હોય તેવું અકલ્પનીય આયોજન કરાયું હતું જેમાં આપણા ભારત દેશની રક્ષા કાજે શહીદ થયેલા જવાનો ને યાદ કરી તેઓના માનમાં રાષ્ટ્રગીતનું ગાન કરી બે મિનીટનું મૌન પાડી શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતિ.
આપણા દેશના વીર જવાનો જે રાતદિવસ સરહદ ઉપર પોતાના પરિવાર થી દૂર રહી દરેક તહેવારનું ત્યાગ કરી આપણી રક્ષા ખાતર દેશની બોર્ડર ઉપર છાતી કાઢીને ઉભા રહી વખત આવે શત્રુઓની ગોળીઓ છાતી પર ખાઇને આપણી અને આપણા દેશની રક્ષા ખાતર પોતાનું જીવ દેશ માટે ન્યોછાવર કરી દેતા હોય છે જેને લઇ સાઠોદ ગામના બ્રહ્મભટ સમાજ દ્વારા તેમના બલિદાનને યાદ કરી શહીદોના માનમાં રાષ્ટ્રગીતનું રટણ કરી શહીદોના માન માં બે મિનીટનું મૌન પાડી ભાવભીની શ્રદ્ધાંજલી આપ્તા દેશ ભક્તિનો માહોલ સર્જાયો હતો.સાથે આ કાર્યક્રમ માં ચૈતન્ય બ્રહ્મભટ્ટ,અક્ષય બારોટ,અને જીગર બારોટ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.